મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો
વાંકાનેરના સરતાનપર રોડે કલરકામ કરતાં સમયે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
SHARE






વાંકાનેરના સરતાનપર રોડે કલરકામ કરતાં સમયે નીચે પડતાં ઇજા પામેલા યુવાનનું મોત
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સીરામીક કારખાનામાં કલર કામ કરતી વખતે પતરા ઉપરથી નીચે પડી જવાના કારણે યુવાને ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્મૃતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન સીરામીક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા વિનોદકુમાર સુલતાનસિંહ પાલ (42) નામનો યુવાન ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં સિરામિક કારખાના ખાતે કલર કામ કરતા સમયે પતરા ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તે યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી અને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

