મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો
SHARE






મોરબીના કૃષ્ણનગર ગામે પરિણીતાને ગાળો આપીને મારકૂટ: પતિ સહિત ચાર સામે ગુનો નોંધાયો
મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે રહેતી મહિલાને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી જેથી હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કૃષ્ણનગર ગામે જોશનાબેન રતિલાલ મુછડીયા (30)એ હાલમાં તેના પતિ રતિલાલ નથુભાઈ મુછડીયા, સાસુ સોમબેન નથુભાઈ મુછડીયા, નણંદ વિજુબેન નથુભાઈ મુછડીયા અને જેઠાણી રંજનબેન હરિભાઈ મુછડીયા રહે. બધા કૃષ્ણનગર ગામ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીને તેના પતિ, સાસુ, નણંદ અને જેઠાણી દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને મેણાં ટોણાં મારીને ગાળો આપીને મારકૂટ પણ કરવામાં આવતી હતી આમ શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હોવાથી હાલમાં મહિલાએ તેના પતિ સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

