મોરબીના ટિંબડી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર ટેન્કર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબી: અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE









મોરબીના અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયેલ હતી જે કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો અને કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે
આ કેસની વિગત મુજબ મોરબી પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2018 માં એવી ફરિયાદ આપી હતી કે, આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 17 વર્ષ વાળીને તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદાથી ફરિયાદીના વાલીપણામાંથી અપહરણ કરીને સુરેન્દ્રનગર, સુરત અને હરિદ્વાર ખાતે લઈ જવામાં આવી હતી અને સગીરાની સાથે વારંવાર શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે તે ફરિયાદના આધારે આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ તુલસીદાસ મીરાણીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા સેસન્સ કોર્ટમાં કે.આર.પંડ્યા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કેસમાં આરોપી પ્રકાશ ઉર્ફે પિન્ટુ તુલસીદાસ મીરાણી તરફે મોરબી વકીલ બી.ડી.ઝાલા તેમજ મયુર પી. પુજારા રોકાયેલ હતા.
