મોરબી: અપહરણ, દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીની ત્રાજપર ચોકડી પાસે સૂતેલા આધેડને આંચકી આવતા મોત
SHARE









મોરબીની ત્રાજપર ચોકડી પાસે સૂતેલા આધેડને આંચકી આવતા મોત
મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે રોડ ઉપર સુતેલા આધેડને આંચકી આવતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના દીકરાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટિંબડી ગામે રહેતા ભગવાનજીભાઈ કાળુભાઈ પરમાર (56) નામના આધેડ મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ એસ.આર. ના પેટ્રોલ પંપ સામે રોડ ઉપર સુતા હતા દરમિયાન તેને આંચકી આવી હતી અને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક આધેડના દીકરા અનિલભાઈ ભગવાનજીભાઈ પરમાર (26) રહે. ટિંબડી વાળાએ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
