મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 420 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 12.74 લાખનો મુદામાલ કબ્જે


SHARE













માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી 420 બોટલ દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 12.74 લાખનો મુદામાલ કબ્જે

માળીયા (મી) કચ્છ હાઇવે રોડે આવેલ ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી કિયા સેલટોસ કાર પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ગાડીમાંથી ઇગ્લીશ દારૂની 420 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,69,220 ની કિંમતનો દારૂ તેમજ ગાડી અને મોબાઈલ મળીને કુલ 12,74,220 નો મુદામાલ કબ્જે કરીને બે શખ્સની ધરપકડ કરેલ છે અને માળીયા (મીં) પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યાવહી કરેલ છે.

મોરબી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા જીલ્લામાં આવેલ એન્ટ્રી તથા એકજીટ પોઇન્ટ ઉપર ચેકપોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ કરવા સુચના આપવામાં આવેલ છે તેવામાં ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ માળીયા ના પીઆઇ આર.સી.ગોહિલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજા તથા પ્રવીણસીંહ રાઠોડને મળેલ ખાનગી હકીકતના આધારે માળીયા (મી) નેશનલ હાઇવે ઓનેસ્ટ ચેક પોસ્ટ પાસે વોચ રાખવામા આવી હતી ત્યારે કચ્છ તરફથી આવતી કિયા સેલટોસ કાર નં. જીજે 39 સીબી 5430 ને રોકીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 420 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 2,69,220 ની કિંમતનો દારૂનો જથ્થો તેમજ 10 લાખની ગાડી અને 5000 ની કિંમતનો એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 12,74,220 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી મહેશભાઇ દેવાભાઇ ખીટ (30) રહે. હાલ જશોદાનગર તાલુકો ભચાઉ અને બચુભાઇ ઉર્ફે હમીરભાઇ ગાંડાભાઇ ખીટ (30) રહે. હાલ ચીરઈ તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તે ક્યાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે આ કામગીરી પીઆઇ આર.સી.ગોહિલની સૂચના મુજબ પીએસઆઇ ડિ.કે.જાડેજા અને સ્ટાફના વનરાજસિંહ બાબરીયા, પૃથ્વીરાજસિંહ જાડેજા, સમરથસિંહ ઝાલા, બિપીનભાઇ પરમાર, જયપાલસીંહ ઝાલા, હરપાલસિંહ રાજપુત, રવિભાઇ મિયાત્રા તથા પ્રવિણસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.




Latest News