મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ


SHARE





ટંકારાના વીરપર અને માળીયાના નાનીબરાર ગામની શાળાના વિદ્યાર્થીઓનો NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ

રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. 8 ના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે વિરપર પ્રાથમિક પ્રાથમિક શાળામાંથી ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. આવી જ રીતે નાનીબરાર તાલુકા શાળાના 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા પાસ કરેલ છે.

માળીયા(મિ) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી 9 વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરેલ છે. જેમાં નેરા સુહાના, ચાવડા પ્રણાલી, ધોળકિયા પ્રિયા, નેરા મુસ્કાન, ડાંગર બંશ્રી, બકુત્રા મમતા, હેગલીયા આરતી, ટોરીયા કરણ અને કોઠીવાર મહિપતનો સમાવેશ થાય છે. જેથી શાળાના આચાર્ય અવનીબેન પંડ્યા સહિતના સ્ટાફે વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. તો ટંકારા તાલુકાનાં વિરપર ગામની પ્રાથમિક શાળાના ધો. 8 ના કુલ 13 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પરીક્ષા આપી હતી. જેમાંથી 12 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે જેમાં નિલેશ રમેશભાઈ માલકીયા, એરામફાતમા મુસ્તાકભાઈ અન્સારી, કેવિન કુમાર વિનોદભાઈ ચાવડા, ધવલ વાલજીભાઈ ઉઘરેજા, માન્યતા જીગ્નેશ ભાઈ ચાવડા, તુષાર રમેશભાઈ રાઠોડ, મોમયો કિશોરભાઈ રાકાણી, નવ્ય જગમાલભાઈ ભુંભરિયા, કલ્પેશભાઈ બાબુભાઈ નલવૈયા, ઈન્દ્રજીતકુમાર રૂપસિંગભાઈ ડામોર, મોહિતભાઈ હિમસિંગભાઈ ડામોરનો સમાવેશ થાય છે આ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ ગોસરા સહિતના સ્ટાફ દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.




Latest News