મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૧૧ એપ્રિલે, હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
SHARE







મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક ૧૧ એપ્રિલે, હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તારીખ ૧૧-૪-૨૫ ના રોજ સવારના ૧૧ કલાકે મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ(રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.
હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
મોરબી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ ન્યુ હાઉસિંગ બોર્ડની સામે તા.૬-૪ ને રવિવારે સવારે ૮ થી બપોરના ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ થસે. આ વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે. તેવું વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવેલ છે.
