જમ્મુ આતંકી હુમલાના દિવંગતો માટે મોરબીમાં શ્રદ્ધાંજલિ સભા યોજાઇ મોરબીના અમરાપર (ના.) ગામે જીલરીયા પરિવાર દ્વારા મોમાઈ માતાજીના મંદિરે જગદગુરુ શંકરાચાર્યજી-પૂર્વ મુખ્યમંત્રીની હાજરીમાં પાટોત્સવ ઉજવાશે કચ્છમાં સાંસદ સમરસ સમુહ લગ્નોત્સવના કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા મોરબી : ડુપ્લીકેટ  બિયારણ, ખાતર,દવા વેચાણકારો સરકારમાં હાવી અને જગતતાત લાચાર કેમ ? ખેડૂતોનો મૃત્યુઘંટ વગાડનાર પરીપત્ર રદ કરવા માંગ મોરબી : માળિયા તાલુકાના મોટીબરાર, રાસંગપર અને સુલતાનપુરના શિક્ષકોને મળ્યો પર્યાવરણ સંરક્ષક એવોર્ડ મોરબી ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલાના કૌશલ્યને કળીની જેમ ખીલવતી ગુલાબ સખી મંડળની મહિલાઓ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખીરઈ ગામે રહેતા અને દારૂ સહિતના ગુનામાં સંડોવાયેલા બે સગા ભાઈના સરકારી જમીન ઉપર ગેરકાયદે બનેલા બે પાકા મકાન તોડી પાડ્યા


SHARE













મોરબી જિલ્લામાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે ઉભી કરવામાં આવેલી મિલકતો ઉપર સરકારી બુલડોઝર ફેરવવામાં આવે છે દરમિયાન માળિયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતા અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે સગા ભાઈ દ્વારા સરકારી જમીન ઉપર ઉભી કરવામાં આવેલ ગેરકાયદા મિલકત ઉપર રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને પોલીસે આજે બુલેડોઝર ફેરવાને ડિમોલેશન કર્યું હતું અને ત્યારે બે પાકા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે.

મોરબી જિલ્લાના માળિયા તાલુકાના ખીરઇ ગામે અગાઉ પોલીસ રેડ કરવા માટે ગઈ હતી ત્યારે અધિકારી અને કર્મચારીઓ ઉપર બુટલેગર તથા તેના પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવ સંદર્ભે જે તે સમયે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી અને ઈકબાલ ઉર્ફ ઇકો નામના બુટલેગર સહિતના તેના પરિવારજનોની ધરપકડો કરીને પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ રેવન્યુ વિભાગને સાથે રાખીને ઇકબાલ ઉર્ફ ઇકોના ભાઈએ સરકારી જગ્યા ઉપર બનાવેલ પાકા મકાનને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું હતું.

રાજ્ય પોલીસ વડા દ્વારા અસામાજિક તત્વો સામે આકરા પગલાં લેવા માટે તેને સૂચના આપવામાં આવેલ હોય મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકામાં અનેક સામાજિક તત્વોના ગેરફાયદા બાંધકામો પોલીસ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે તેવામાં આજે માળિયા તાલુકાના ખીરઈ ગામે વધુ એક વખત રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને પોલીસ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું

માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.સી. ગોહિલ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ખીરઇ ગામે રહેતા અને દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા અવેશ હબીબ જેડા અને જાકબ હબીબ જેડા નામના બે સગા ભાઈ દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદે પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા જેથી કરીને રેવન્યુ વિભાગની ટીમને સાથે રાખીને આજે ડીવાયએસપી પી.એ. ઝાલા ની હાજરીમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખની છે કે મોરબી જિલ્લામાં એસપી ની સૂચના મુજબ અસામાજિક તત્વોનું એક હિટ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને ક્રમશઃ અસામાજિક તત્વોની ગેરકાયદે મિલકતોને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે જે આગામી સમયમાં પણ ચાલુ જ રહેશે તેવા સંકેતો પોલીસ અધિકારી તરફથી મળી રહ્યા છે






Latest News