મોરબી જિલ્લામાં મણીપુર અને નાગાલેન્ડથી હથિયાર પરવાના-લાયસન્સ મેળવી પિસ્ટલ, રિવોલ્વર અને બારબોર બંદુક રાખનારા આઠ શખ્સો પાસેથી નવ હથિયાર કબજે કરતી પોલીસ
SHARE






મોરબી જિલ્લામાં કે આસપાસના જિલ્લામાં ગુના નોંધાયેલા હોય તેવા શખ્સોને મોરબી જિલ્લામાંથી કે ગુજરાતમાંથી હથિયાર પરવાનો કે લાયસન્સ મળે તેમ ન હોય આવા શખ્સો યેનકેન પ્રકારે બીજા રાજ્યમાં એજન્ટો મારફતે હથિયાર પરવાના અને લાયસન્સ માટે અરજીઓ કરીને લાયસન્સ મેળવી લેતા હોય છે તેમાં ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે મોરબી જીલ્લામાં હથિયાર પરવાના મેળવતા હોવાની હક્કિત એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે કુલ 8 ઇસમો પાસેથી કુલ 9 હથિયાર કબજે કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લામાં કેટલાક શખ્સોએ હથિયાર રાખવા માટે બીજા રાજ્યમાંથી લાયસન્સ મળેલ હોવાની વિગતો સામે આવી હતી અને ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી હથિયારની ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલ હતી જે ખાનગી બાતમી આધારે મોરબી એસઓજીના પીઆઇ સહિતની ટીમે કામ કરીને એક કે બે નહી પણ મોરબી જિલ્લાના કુલ-8 ઇસમો પાસેથી હથિયાર કબ્જે કરેલ છે જેમા રોહિત નાનજીભાઇ ફાગલીયા રહે. વાછકપર તા.ટંકારા વાળા પાસેથી એક રીવોલ્વર અને એક બારબોર બંદુક, ઇસ્માઇભાઇ સાજનભાઇ કુંભાર રહે.કાંતિનગર મોરબી વાળા પાસેથી એક રીવોલ્વર, મુકેશભાઇ ભાનુભાઇ ડાંગર રહે. નવલખીરોડ અક્ષરધામપાર્ક ત્રિલોકધામ મંદીર પાસે મોરબી વાળા પાસેથી એક રીવોલ્વર, મહેશભાઇ પરબતભાઇ મીંયાત્રા રહે. હાલ નવલખી રોડ, કુબેરનગર અક્ષરધામ પાર્ક મોરબી વાળા પાસેથી એક રીવોલ્વર, પ્રકાશભાઇ ચુનીલાલ ઉનાલીયા રહે. ખાખરેચી તાલુકો માળીયા (મી) વાળા પાસેથી એક પીસ્ટલ, પ્રવિણસિંહ ચતુભા ઝાલા રહે. નવી પીપળી ગામ શેરીનં-૧ તાલુકો મોરબી વાળા પાસેથી એક રીવોલ્વર, માવજીભાઇ ખેંગારભાઇ બોરીચા રહે. જુના નાગડાવાસ મોરબી વાળા પાસેથી એક પીસ્ટલ અને શીરાજ ઉર્ફે દુખી અમીરઅલી પોપટીયા રહે. સો-ઓરડી તા.જી. મોરબી વાળાની રીવોલ્વર બી ડિવિજન પોલીસે ગુનાના કામે કબ્જે લીધેલ છે આમ હાલમાં પોલીસે કુલ મળીને 9 હથીયાર અને 251 કાર્ટિસ કબજે લીધેલ છે. અને આ તમામ ઇસમોને મોરબી જિલ્લા એસઓજી કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી હથિયાર પરવાના મેળવી તેમજ હથિયાર ખરીદી પોતાની પાસે રાખેલ હોવાનું કબુલ્યુ હતુ અને તેના હથિયાર રજુ કર્યા હતા. જેથી મોરબી જિલ્લાના નાગરિકોને બહારના રાજ્યમાંથી મેળવેલા હથિયાર પરવાના કે લાયસન્સ અથવા તો ગેરકાયદે હથિયારની કોઈપણ માહિતી હોય તો જિલ્લા કંટ્રોલરૂમ અથવા મોરબી જિલ્લા એસઓજીની ટીમનો સંપર્ક કરીને માહિતી આપવા માટે અપીલ કરવામાં આવી છે હાલની કામગીરી એસઓજીના પીઆઇ એન.આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ એસોજીની ટીમ દ્વારા કરવામાં આવી હતી

