મોરબીના લાલપર પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબીમાં મીસ ડીલીવરી બાદ માનસિક હતાશ રહેતી મહિલાએ જીવનનો અંત આણ્યો મોરબીમાં ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ૪૦૦ દર્દીઓએ લીધો લાભ મોરબી: 21 વર્ષના યુવાનને સાપે દંશ દેતા 108 ની ટીમે જીવ બચાવ્યો મોરબી નજીકથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત નિપજતા ઓળખ મેળવવા તજવીજ ટંકારાના લક્ષ્મી નારાયણ ચોકમાં કાલે શિવાજી મહારાજના જીવન ઉપર આધારિત રાષ્ટ્રકથાનું આયોજન મોરબીમાં પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો મોરબીના મકનસર પાસેથી 78 બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી: મકાઈ, બાજરી, જુવાર અને રાગીનું ટેકાના ભાવે વેચાણ કરવા ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરવી


SHARE













મોરબી: મકાઈ, બાજરી, જુવાર અને રાગીનું ટેકાના ભાવે વેચાણ કરવા ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરવી

ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ માટે મકાઈ માટે રૂ. ૨,૨૨૫/- પ્રતિ ક્વિ. બાજરી માટે રૂ. ૨૬૨૫/- પ્રતિ ક્વિ., જુવાર(હાઈબ્રીડ) રૂ. ૩૩૭૧/-પ્રતિ ક્વિ, જુવાર (માલદંડી) રૂ.૩૪૨૧/- પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. ૪૨૯૦/- પ્રતિ ક્વિ. નિયત કરવામાં આવ્યો છે. બાજરી, જુવાર અને રાગી માટે ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિ. બોનસ આપવામાં આવશે. ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે મકાઇ, બાજરી, જુવાર, તથા રાગીની ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી., મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે મકાઈ, બાજરી, જુવાર અને રાગીના વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકે ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે ૦૧/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ સુધી કરવામાં આવશે તેમજ ખરીદી તા. ૦૧/૦૫/૨૦૨૫ થી ૧૫/૦૭/૨૦૨૫ સુધી કરવામાં આવશે. જેથી નોંધણી કરાવવા તમામ ખેડૂત મિત્રોને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા નોંધણી કરવવા અપીલ કરવામાં આવે છે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમૂનો, ૭/૧૨, ૮-અ તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨ કે ૮-અ માં ન થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત બેંક પાસબૂકની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદાર બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેશો ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં આપનો ક્રમ રદ થશે અને ખરીદી માટે આપને જાણ નહી કરવામાં આવે તેની ખેડૂત મિત્રોએ નોંધ લેવી. નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે. તેમ મોરબી ગુ.રા.ના.પુ.ની.લી.ના નાયબ મેનેજેરની યાદીમાં જણાવાયું છે.






Latest News