મોરબી નજીક કારખાનામાં સર્જાયેલ અકસ્માતના બનાવમાં યુવાનનું મોત નિપજ્વા મામલે બે ક્રેન ઓપરેટરની કરાઇ ધરપકડ સિરામિક સિટી મોરબી હવે એજ્યુકેશન હબ; બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામો સાથે રાજ્યભરમાં અગ્રેસર મોરબી જિલ્લામાં દેશના વડાપ્રધાનના ૧૨ વર્ષના સફળ કાર્યકાળના અવસરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન મોરબીમાં પુરુષોત્તમ માસમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા શેરડીનો રસ-છાશનું વિતરણ મોરબી જલારામ મંદિરે સ્વ.પ્રભુદાસભાઈ ખખ્ખરના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીમાં યુનિક ઈન્ટર નેશનલ સ્પોર્ટ્સ એકેડમી ખાતે યોગ પ્રશિક્ષણ તથા પ્રાકૃતિક જીવન જાગૃતિ શિબિર યોજાશે વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા યુવાને વ્યાજના ચક્રમાં ફસાવીને પઠાણી ઉઘરાણી કરનારા 3 વ્યાજખોરની ધરપકડ વાંકાનેરના પલાસ ગામ તરફ જતાં રસ્તા ઉપર બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધન વિષય પર ગોષ્ઠી યોજાઇ


SHARE











મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધન વિષય પર ગોષ્ઠી યોજાઇ

મોરબી સીમા જાગરણ મંચ દ્વારા રાષ્ટ્ર આરાધનવિષય પર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગના સંઘચાલકજી ડો. સંજીવભાઈ ઓઝા તેમજ આ કાર્યક્રમમા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, દિલુભા જાડેજા (જયદિપ એન્ડ કંપની) અને આરએસએસના મોરબી જીલ્લા કાર્યવાહ મિલનભાઈ પૈડા, વિનોદભાઈ સનારિયા, જસ્મીનભાઈ હિંસુ સહિતના હાજર રહ્યા હતા આ તકે ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા દ્વારા (3P) people,Place, Problem ની વાત તેમજ ઈન્ટરનલ સિકયુરિટી અંગે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપેલ હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુણસાગર દાસજી સ્વામિ દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અને મુખ્ય વક્તા સંજીવભાઈ ઓઝા દ્વારા સીમા જાગરણ મંચના કાર્યો તથા રાષ્ટ્ર નિર્માણમાં એક નાગરીક તરીકેના કર્તવ્યો અંગે વિસ્તૃત વાત કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રાંત સદસ્ય હિરેનભાઈ વિડજા, રાજેશભાઈ એરણીયા, સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા યુવા આયામ પ્રમુખ અને આ કાર્યક્રમના સહસંયોજક આર્યનભાઈ ત્રિવેદી, સીમા જાગરણ મંચ મોરબી નગરના મહામંત્રી બીપીનભાઈ અઘારા, મોરબી નગરના મંત્રી હિરેનભાઈ સીણોજીયા, મોરબી જિલ્લા સદસ્ય મિલનભાઈ વ્યાસ અને કિશનભાઈ ગોગરાએ ખુબ જહેમત ઉઠાવી હતી.






Latest News