મોરબી: મકાઈ, બાજરી, જુવાર અને રાગીનું ટેકાના ભાવે વેચાણ કરવા ૩૦ એપ્રિલ સુધીમાં અરજી કરવી
મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો
SHARE







મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો
મોરબી જલારામ ધામ ખાતે સતવારા સમાજ અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૪૩ કેમ્પમાં કુલ ૧૨,૬૮૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે મોરબીના અયોધ્યાપુરી રોડે આવેલ શ્રી જલારામ ધામ ખાતે યોજાઈ રહ્યો છે. તેવી જ રીતે તાજેતરમાં કેમ્પ યોજાયો હતો અને તેનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૬ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. આ કેમ્પ કેમ્પ મોરબી સતવારા સમાજ અગ્રણી જેઠાભાઈ દેવકરણભાઈ ડાભી પરિવારના સહયોગથી યોજાયો હતો.આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

