મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૧૫ દર્દીઓએ લાભ લીધો
મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ
SHARE







મોરબીમાં બોગસ પેઢી ઉભી કરવાના ગુનામાં આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ
મોરબીમાં વર્ષ ૧૯૯૫-૯૬ માં સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા સહી-સીકકાઓ, બીલ બુક છાપીને ગોપાલ બ્રધર્સ નામની બોગસ પેઢી ઉભી કરી તેલના ડબ્બાની વંહેચણી કરવાના ગુનામાં ફરીયાદ નોંધાતા પોલીસ ઘ્વારા પાંચ આરોપીઓ વિરુધ્ધ આઇપીસીની કલમ ૪૬૮, ૪૭૧ તથા આવશ્યક ચીજ વસ્તુ ધારા ૧૯૫૫ ની કલમ કલમ- ૩, ૭ હેઠળનો ગુનો નોંધી ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું આ કેસ મોરબી ચીફ કોર્ટમાં ચાલી જતાં આ ગુનામાં પાંચેય આરોપીઓને ચીફ કોર્ટે નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે.
જેમાં આરોપી વિનુભાઈ લાખાભાઈ મિયાત્રા અને રમેશભાઈ મેરૂભાઈ કાકરેશા તરફે મોરબીના યુવા વકીલ મીતરાજસિંહ કિશનસિંહ જાડેજા રોકાયેલ હતા, આરોપી પિયુષ મોહનભાઈ સરખેડી, સવજીભાઈ રામજીભાઈ ચૌહાણ અને કાંતીલાલ લખમણભાઈ ભોરણીયા વતી વકીલ આશિષ દયાલજીભાઈ ચાવડા રોકાયેલ હતા. આ કેસમાં આરોપીઓના વકીલોએ કરેલ ધારદાર દલીલો તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો રજૂ કર્યા હતા હતા જેને ધ્યાને લઈને મોરબીની ચીફ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ મીતરાજસિંહ કે.જાડેજા, આશિષ ડી.ચાવડા, અલ્પેશ પી.હાલપરા, સુરેશ આર.વાધાણી અને બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.

