મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ એપ્રિલના રોજ યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ
SHARE






મોરબી મહાનગરપાલિકા દ્વારા નોન કોમ્યુનિકેબલ ડિસીઝ દિવસની ઉજવણી કરાઈ
શહેરના આરોગ્ય કેન્દ્રો પર ૩૦ થી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રીનીંગ કરાયું
મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગત તા.૪-૪-૨૫ ના રોજ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ - એનસીડી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં 30 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનું હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ સહિતના રોગોથી બચવા અંગે નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત શહેરીજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં બિનચેપી રોગનું પ્રમાણ વધી રહ્યું છે. હાલ બીપી, ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન જેવી બીમારીઓ સામાન્ય બની ગઈ છે, ત્યારે ૩૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને નિયમિત હાઇપરટેન્શન તથા ડાયાબિટીસ માટે સ્ક્રિનિંગ કરાવવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

