મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી બનાવટના કટ્ટા સાથે એક પકડાયો
મોરબી પાલિકામાં કરવામાં આવેલા ભ્રષ્ટાચારમાં સામેલ તમામ ભ્રષ્ટાચારીઓ પાસેથી નાણાંની રિકવરી કરવા કોંગ્રેસની માંગ
SHARE







મોરબી શહેરમાં થયેલ વિકાસના કામોની તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારમાં સામેલ તમામ ભ્રષ્ટાચારીઓ પાસેથી નાણાંની રિકવરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જીલ્લા અને શહેર કોંગ્રેસના પ્રમુખે માંગ કરેલ છે અને મહાપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા તથા મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતની કોંગ્રેસની ટીમ દ્વારા આજે મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી નગરપાલીકાને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા પહેલા નગરપાલીકા દ્વારા આવાસ યોજના, નંદીઘર તેમજ ૪૫-ડી હેઠળના કામો કરવામાં આવેલ હતા. જે અંગેની માહિતી કોંગ્રેસે નગરપાલીકા કચેરી પાસેથી માહિતિ અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માંગેલ હતી. જે માહિતી જોતા આ તમામ કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો આચરવામાં આવ્યા હોય તેવું જણાય આવેલ છે. જેથી આવાસ યોજનામાં જે આવાસો બનાવવામાં આવેલ છે તે પૈકીના ઘણા આવાસોની હજુ સુધી સોપણી કરવામાં આવેલ નથી ! તેમજ જે કામ એક વર્ષમાં પૂર્ણ કરી આપવાનું હોય તે કામ કયા કારણોસર સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવેલ નથી. ? તેની તપાસ સમિતિ દ્વારા તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.
મોરબી નગરપાલીકા દ્વારા જે નંદીઘર બનાવવામાં આવેલ હતું. તેમાં ૪ (ચાર) પોર્ટેટ કેબીનની ખરીદી કરવામાં આવેલ હતી. જે કેબીનની રકમ દર્શાવવામાં આવેલ છે. તેમાં મોટાપાયે ભષ્ટાચાર થયેલ છે. જેની હાલની કેબીનની કિંમત જાણી અને આ કેબીનોની હાલની સ્થિતિ શું છે તેની તપાસ થવી જોઈએ. તેમજ આ નંદીઘરમાં કેટલા પશુઓ રાખવામાં આવેલ હતા? કેટલા માણસો કામ કરતા હતા? કેટલું વેતન ચુકવવામાં આવતુ હતું? કોના કોના દ્વારા દાન આપવામાં આવેલ હતું? આવી નંદીઘરને લગતી તમામ માહિતી તપાસ સમિતિ દ્વારા એકઠી કરી ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી કરેલ ખર્ચની રિકવરી કરવા માંગ છે.
મોરબી નગરપાલીકા દ્વારા રોડ-રસ્તા, ગટર, નગરપાલીકા કચેરીનું ફર્નિચર, મેઈન હોલ જેવા કામો ૪૫-ડી હેઠળ ન કરી શકાય તેવા કામો ૪૫-ડી હેઠળ કરવામાં આવેલ છે. તેમજ આ કામો જે માત્ર સામાન્ય રકમમાં થઈ જાય તેવા કામોના મોટી રકમના વર્કઓર્ડરો કરી કરવામાં આવેલ છે. આવા કામો જે એજન્સીઓને આપવામાં આવેલ હોય તેની તપાસ કરી કરેલ કામોની ચકાસણી કરી, આવા કામો ૪૫-ડી હેઠળ કયા કારણોસર કરવામાં આવેલ છે જેની તટસ્થ તપાસ કરી આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી કરેલ ખર્ચની રિકવરી કરવા માંગ છે. આ તમામ કામોમાં મોટાપાયે ભષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપ કરીને તપાસ સમિતિ મારફત તટસ્થ તપાસ હાથ ધરાવામાં આવે તો ઘણાના "પગ નીચેથી જમીન શરકી જાય" તેવો મોટો ભ્રષ્ટાચાર ખુલે તેમ છે. તેવુ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ છે.
