મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી બનાવટના કટ્ટા સાથે એક પકડાયો


SHARE













મોરબીના મોડપર ગામની સીમમાંથી દેશી બનાવટના કટ્ટા સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલી બાતમીને આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.તે દરમિયાનમાં મોરબીના મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર પાસે માળિયા-જામનગર હાઇવે ઉપરથી નીકળેલ એક ઇસમને અટકાવીને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી હાથ બનાવટનો દેશી કટ્ટો (તમંચો) હથિયાર મળી આવ્યુ હતુ.જેથી હાલ આર્મસ એકટ મુજબ તેની ધરપકડ કરી તેણે આ હથિયાર ક્યાંથી મેળવ્યુ ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પીઆઇ એસ.કે.ચારેલના માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમ્યાનમાં સ્ટાફના ભગીરથભાઈ લોખીલ તથા મહેન્દ્રસિંહ ચુડાસમાને મળેલ બાતમીને આધારે તેઓએ ઉપરી અધિકારીને જાણ કરી મોડપર ગામની સીમમાં મહાદેવ મંદિર પાસે જામનગર-માળીયા હાઈવેની ગોળાઈ પાસેથી પસાર થતા શંકાસ્પદ ઇસમને અટકાવ્યો હતો અને તેની અંગ જડતી લેવામાં આવતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક કટ્ટો હથિયાર (તમંચો) મળી આવ્યું હતું.જેથી આર્મસ એકટ મુજબ હાલમાં સ્થળ ઉપરથી યુનિસભાઇ જુસબભાઇ સુમરા (ઉમર ૪૯) ધંધો મજૂરીકામ રહે.સુમરા સોસાયટી રોહીદાસપુરા પાછળ નવલખી રોડ મોરબી ની રૂપિયા ૨૦૦૦ ની કિંમતના દેશી હાથ બનાવટના તમંચા જેવા હથીયારની સાથે ધરપકડ કરવામાં આવી હતી.આ કામગીરી સ્ટાફના એ.પી.જાડેજા, મહાવીરસિંહ પરમાર, ચંદ્રસિંહ પઢિયાર, દેવશીભાઈ મોરી, કેતનભાઇ અજાણા, રમેશભાઈ મુંધવા, કુલદીપભાઈ કાનગડ, વિજયભાઈ ડાંગર, અરવિંદભાઈ મકવાણા, શક્તિસિંહ જાડેજા, અજયભાઈ લાવડીયા, સિદ્ધરાજભાઈ લોખિલ, અરવિંદભાઈ મકવાણા, અર્જુનસિંહ પરમાર, હસમુખભાઈ વોરા તથા રામદેવસિંહ જાડેજા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

જામનગર જિલ્લાની લાલપુર ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં પ્રકાશ વિનોદભાઈ દેલવાણીયા નામના ૨૫ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના ટોળ ગામે રહેતા અજીતભાઈ નાથાભાઈ બાવડીયા નામનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તે રીતે જ રાજકોટ વિસામણ ચોકડી પાસે આવેલ શિવ મંદિર પાસે રહેતા નિર્મળાબેન દિનેશભાઈ બુસા (ઉમર ૫૦) નામના મહિલા ત્યાં બાઇકમાંથી પડી ગયા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને પણ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા




Latest News