વાંકાનેરના રંગપર ગામ પાસે કારખાનામાં ગરમ રોલર ઉપર પડતાં દાઝી ગયેલા તરુણનું મોત
SHARE







વાંકાનેરના રંગપર ગામ પાસે કારખાનામાં ગરમ રોલર ઉપર પડતાં દાઝી ગયેલા તરુણનું મોત
વાંકાનેર તાલુકાના રંગપર ગામ પાસે આવેલ કારખાનામાં નોન વુમન કપડાના રોલના પટ્ટા પરથી તરુણ પડી જતા રોલર સાથે અથડાયો હતો અને રોલર ગરમ હોય તે તરુણ ગંભીર રીતે દાઝી ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ને સારવાર દરમિયાન રાજકોટ ખાતે તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મહીસાગર જિલ્લાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રંગપર ગામ પાસે આવેલ રેમ્બો ફેબપેક એલ.એલ.પી કારખાનાની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા પરિવારનો કિરણ પર્વતભાઈ કટારા (15) નામનો તરુણ કારખાનામાં નોન કપડાના રોલના પટ્ટા પર પડી જતા રોલર સાથે અથડાયો હતો અને ત્યારે રોલર ગરમ હોય શરીરે ગંભીર રીતે તે દાઝી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે તરુણનું મોડી રાત્રીના સમયે મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ કેવી રીતે બન્યો હતો અને તરુણ ત્યાં કારખાનામાં કામ કરતો હતો કે કેમ તે અંગેની આગળની તપાસ પીએસઆઈ પી.કે.સોધમ ચલાવી રહ્યા છે.
