વાંકાનેર સીટી પોલીસે ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ
SHARE









વાંકાનેર સીટી પોલીસે ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન મુજબ ૦ થી ૧૮ વર્ષ ના ગુમ થયેલ બાળકોને શોધવા બાબતની સુચના થઈ આવેલ હોય તે મુજબ ગઈ તા.૨૧-૧૧ ના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બહેરો-મુંગો દિવ્યાંગ કિશોર (ઉ.વ.૧૪) મળી આવતા વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનનાં પીઆઇ બી.જી.સરવૈયા તથા હેડ કોન્સટેબલ જી.પી.ટાપરીયા, જનકભાઇ ચાવડાએ દિવ્યાંગ કિશોર મુકેશભાઇ દશરથભાઇ સાહની (ઉ.વ.૧૪) રહે.અરાજીમાફી સાગારપાલી જી.બલીયા (યુ.પી) ને ચાઇલ્ફ વેલ્ફેર કમીટીના ચેરમેનના સંપર્કમાં રહી દીવ્યાંગ કીશોરને તેના પરીવારના દુર્ગેશભાઇ દશરથભાઈ સાહની રહે. અરાજીમાફી સાગારપાલી જી.બલીયા (યુ.પી) વાળા સાથે સુખદ મીલન કરાવવામાં આવેલ છે.
