વાંકાનેર સીટી પોલીસે ઘરેથી છુટા પડી ગયેલ દિવ્યાંગ કિશોરનું તેના પરીવાર સાથે મિલન કરાવ્યુ
હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ
SHARE
હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના માથક ગામે દાજીબાપુંના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની શિબિર યોજવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય હેતુએ હતો કે હાલમાં ખેડૂત મિત્રો દ્વારા ખેતીમાં વપરાતા ઝેરી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ બંધ કરી કુદરતી સ્ત્રોત જેવા કે ગાય આધારિત ખેતી કે જેમાં જીવામૃત, બિજમૃતનો ઉપયોગ વનસ્પતિમાં બનાવેલ જુદા જુદા પ્રકારના અર્કનો ઉપયોગ કરી જીવાત રોગને કાબૂમાં રાખવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લીલો પડવાશ કરવો વગેરે વિષયો ઉપર ખેડૂતોને દાજીબાપુ તથા કેવિકે મોરબીના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરમાં માથક તેમજ આજુબાજુના ગામના બહોળી સંખ્યામાં ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા.