મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
SHARE








મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા મહેન્દ્રનગર ખાતે શિવમ પ્લાઝામાં આવેલ સાત્વિક ક્લિનિકમાં પાંચમું કાયમી ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને આ કેન્દ્રને ક્લબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કરછના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા સહિતના હાજર રહ્યા હતા. આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે નાનજીભાઈ મોરડિયા, મનસુખભાઈ જાકાસણીયા પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકા રૂપાલા, મણીલાલ કાવર તેમજ લયાન મેમ્બરોએ જહેમત ઉઠાવેલ હતી તેવું ક્લબના સેક્રેટરી ટી.સી.ફુલતરિયાએ જણાવ્યુ છે.

