મોરબીમાં લાયન્સ કલબ દ્વારા પાંચમું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ કેન્દ્ર શરૂ કરાયું
તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક
SHARE








તરબૂચે કર્યા માલામાલ: ટંકારાના હરિપર ગામના ખેડૂતે રૂટિન ખેતીને આપી તિલાંજલિ, બાગાયતી ખેતીમાં ઓછી મહેનતે અનેક ગણી આવક
સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટાભાગના જિલ્લાઓમાં રૂટિન ખેતીમાં ખેડૂતોને આવક ઘટી રહી છે ત્યારે ખેડૂતોએ પોતે ટકી રહેવા માટે રૂટિન ખેતીને છોડીને બાગાયતી પાક તરફ વળી રહ્યા છે તેવા સમયે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો ટંકારા તાલુકાનાં હરિપર ગામના ખેડૂતે પોતાના ખેતરમાં રૂટીન ખેતી છોડીને તરબૂચની ખેતી શરૂ કરેલ છે અને તેમાં ઓછા ખર્ચ અને ઓછી મહેનતે તેઓને રૂટીન ખેતી કરતા અનેક ગણો વધુ ફાયદો અને આવક થઇ રહી છે.
સામાન્ય રીતે ખેડૂતોના ખેતરમાં પાક હોય ત્યાં સુધી તેની જણસની કિંમત ઊંચી રહેતી હોય છે જોકે જ્યારે તેની જણસ બજારમાં કે માર્કેટયાર્ડમાં વેચાવવા માટે આવે ત્યારે તેની કિંમત અચાનક ઘટી જતી હોય છે જેથી કરીને ખેડૂતો દ્વારા હવે રૂટીન ખેતીને છોડીને બાગાયતી ખેતી તરફ આવી રહી છે તેવું અનેક જગ્યાએ જોવા મળે છે ત્યારે ટંકારા તાલુકાનાં હરિપર ગામના ખેડૂતે કિશોરભાઇ ભાગીયા કે જેઓ વર્ષોથી પોતાના ખેતરમાં કપાસ, મગફળી સહિતની રૂટીન પાકની ખેતી કરતાં હતા પરંતુ હવે તે છોડીને છેલ્લા વર્ષોથી બાગાયતી ખેતી કરી છે અને હાલમાં તેઓને એક વિઘે 300 થી 400 મણ જેટલા તરબૂચ થાય છે અને સૌથી મોટી વાત એ છે કે તરબૂચ તેઓને વેંચવા જવા પડતાં નથી.
આધુનિક સમયમાં લોકો હવે રૂટિન ખેતી કરવાને બદલે ખેતીમાં ઓછી મહેનત મજૂરી કરીને આવક કેવી રીતે વધે તે દિશામાં ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે ત્યારે કિશોરભાઇ ભાગીયા અને તેના પરિવાર દ્વારા પોતાના ખેતરની અંદર રૂટીન પાકની ખેતી કરવામાં આવતી હતી જો કે રૂટીન પાકની ખેતીમાં જે પ્રમાણે મહેનત મજૂરી કરતા હતા અને ખર્ચા કરતા હતા તેના પ્રમાણમાં આવક દિવસેને દિવસે ઘટી રહી હતી જેથી કરીને તેઓએ પોતાના ખેતરની અંદર બાગાયતી ખેતી શરૂ કરવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ તેઓએ તાઇવાનના કિરણ-1 તરબૂચનું વાવેતર શરૂ કર્યું હતું અને તરબૂચની ખેતી કરી રહ્યા છે
હરિપર ગામે રહેતા કિશોરભાઇ ભાગીયાએ જે રીતે તરબૂચની ખેતી કરી છે તેમાં ખાસ કરીને ઓર્ગેનિક ખેતીની જેમ પાક લેવામાં આવી રહ્યો છે તેથી કરીને તેમનામાંથી પ્રેરણા લઈને મોરબી જિલ્લાના જુદાજુદા ગામના અન્ય ખેડૂતો દ્વારા પણ પોતાના ખેતરની અંદર રૂટીન ખેતી છોડીને તરબૂચની ખેતી શરૂ કરવા માટેની વિચારણા કરવામાં આવી રહી છે. કારણકે કપાસ તથા મગફળીના પાક બાદ તેમને જે આવક થાય છે તેના કરતાં અનેક ગણી વધુ આવક તરબૂચની ખેતીમાંથી થઈ રહી છે જેથી મહેનત મજૂરી કરીને પણ ઓછી આવક મેળવવા કરતાં હવે ખેડૂતો પણ આધુનિક સમય સાથે તાલ મિલાવીને કિશોરભાઇની જેમ ઓછી મહેનત અને ઓછા ખર્ચે વધુ કમાણી કરવા માટે તરબૂચની ખેતી શરૂ કરશે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી.
ખેતી હોય કે પછી અન્ય કોઈપણ ક્ષેત્ર જો તેમાં કોઈપણ વ્યક્તિ બીજાથી હટકે કામ કરે તો તેની સો ટકા નોંધ લેવામાં આવતી હોય છે તેવી જ રીતે ટંકારાના હરિપર ગામના પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં રૂટીન ખેતી છોડીને બાગાયતી ખેતી શરૂ કરી છે જેથી તેઓની આવકમાં વધારો થયેલ છે જેથી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી બનેલ છે અને ઘણા ખેડૂતો આગામી સમયમાં મોરબી જીલ્લામાં રૂટીન ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળે તો નવાઈ નથી.

