મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ
SHARE









મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશ વિતરણ શરૂ
મોરબીના શનાળા રોડે આવેલ ડો.બી.કે.લહેરૂના દવાખાના પાસે મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.તા.૧૮ થી ૨૨ એપ્રિલ પાંચ દિવસ સુધી છાશનું વિતરણ કરવામાં આવનાર છે.શનાળા રોડે આવેલ ડો.બી.કે.લહેરૂના દવાખાના પાસે સવારે ૧૧ થી ૧૨ કલાક લોકોને છાશનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમાં મોરબી મિત્ર મંડળના ડો.બી.કે.લહેરૂ, નરેન્દ્રભાઈ મેહતા, મહેશભાઇ ભટ્ટ અને ભાવેશભાઈ ત્રિવેદી સેવા આપી રહ્યા છે.
