મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ


SHARE





મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

મોરબીમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને પી.જી. પોર્ટલની પેન્ડિંગ અરજીઓ બાબતે સમીક્ષા કરી આ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા જણાવવામાં આવ્યું હતું.

કલેક્ટરે હીટ વેવ અનુસંધાને શ્રમિકોને બપોરના સમયગાળા દરમિયાન કામ ન કરાવવા તથા કચેરીઓમાં અરજદારો માટે અને શ્રમિકો માટે કામના સ્થળ પર છાયડો પીવાનું પાણી તેમજ ઓઆરએસ સહિતની વ્યવસ્થાઓ કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. સુજલામ્ સુફલામ્ અભિયાન અંતર્ગત જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટે યોગ્ય કાર્યવાહી કરવા ઉપરાંત ગામડાઓમાં તળાવની માટી ખેડૂતોને મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવા તથા શાળાઓમાં પાણીની ટાંકીની સફાઈ કરવા જણાવવામાં આવ્યું હતું. ગ્રામ સેવક સહિતના અધિકારીઓ/કર્મચારીઓ સમયસર તેમની ફરજ પર હાજર રહે તથા ગામડાઓમાં પીવાનું પાણી યોગ્ય માત્રામાં પહોંચી જાય તે માટે કરકસર કરીને પણ પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધીત વિભાગોને કલેક્ટરએ સૂચના આપી હતી. ઉપરાંત ઔદ્યોગિક સલામતી બાબતે પણ તેમણે જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,ડીડીઓ જે.એસ.પ્રજાપતિ, એસપી રાહુલ ત્રિપાઠી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા




Latest News