મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?
SHARE








મોરબી મહાપાલિકા આમાં શું વાહન ચાલકને દંડ કરશે ?
મોરબી મહાપાલિકા દ્વારા જાહેરમાં લઘુશંકા કરનારને તેમજ જાહેરમાં થૂકનારને દંડ કરવામાં આવે છે જો કે, જાહેરમાં ઘણી જગ્યાએ ગટર ઉભરાઇ છે તેના માટે પાલિકાના સ્ટાફને કેમ દંડ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે તેવામાં મોરબી મહાપાલિકા વિસ્તારમાં આવતા મહેન્દ્રનગર ગામ પાસે રામધાન આશ્રમ પાસે રોડ ઉપર માટીનો પાઉડર ભરેલ બચકું પડ્યું હતું અને ત્યાર બાદ તેના ઉપરથી વારંવાર વાહનો પસાર થતાં હતા જેથી કરીને લોકોને મુશ્કેલી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે જે વાહનમાંથી આ પાવડરનું બચકું નીચે પડ્યું હોય તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે સવાલ ઊભો થયેલ છે.

