મોરબી કલેક્ટર કે.બી.ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ
મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ
SHARE








મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ
પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિંસા ફાટી નિકળી છે જેથિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ અંગે આજે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
મોરબીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યુ તેમા જણાવ્યુ છે કે, સંસદમાં વકફ કાયદો પસાર થયા બાદ તેના વિરોધની આડમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નિકળી છે. અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાઈ રહી છે. અને સ્થાનિક સરકાર આવાતત્વોને છૂટ આપી રહી છે. માટે હિંસા ફેલાવનારા તત્વોને કડક સજા કરવામાં આવે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરેલ છએે અને જે હિંસા કરવામાં આવી છે તેની તપાસ એનઆઇએ દ્વારા કરાવવી જોઈએ તેવી માંગ કરેલ છે.

