મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જેહમતથી અકસ્માત કેસમાં વીમેદારને રકમ મળી
SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જેહમતથી અકસ્માત કેસમાં વીમેદારને રકમ મળી
મિતાણાના વતની મોહનભાઈ ખીમાભાઈ સોલંકીની રીક્ષા લઇને કેતનભાઈ ટંકારાથી મિતાણા આવતા હતા.ત્યારે કેતનભાઈની રીક્ષા ઉભેલા ટ્રક સાથે ભટકાતા નુકશાન થયેલ તેનો વિમો શ્રી રામ જનરલ ઈન્સ્યુ. કુા. નો હતો.વિમા કંપનીએ વિમો આપવાની ના પાડતા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રીક્ષા નુકશાની ના રૂા. ૪૨,૩૨૫ ને ૬ ટકાના વ્યાજ અને રૂા. ૫૦૦૦ ખર્ચના તા ૩૧-૮-૨૩ થી ચુકવવાનો આદેશ કરેલ છે.
આ કેસની વિગત એવી છે કે, મિતાણાના વતની મોહનભાઈ ખીમાભાઈ સોલંકીની રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૧૭૧ વાળી રીક્ષા ચાલક કેતનભાઈ ટંકારાથી મિતાણા આવતા હતા.ત્યારે શીવ પેલેસ હોટલ પાસે કેતનભાઈએ રીક્ષા ઉપરથી કાબુ ગુમાવતા ત્યાં ઉભેલા ટ્રક સાથે રીક્ષા ભટકાયેલ જેથી કેતનભાઈને માથામાં અને વિશાલભાઈને પગમાં ઈજા થયેલ.તેમજ રીક્ષાને રૂા.૫૨,૦૦૦ નું નુકશાાન થયેલ.મોહનભાઈએ વિમાના તમામ કાગળો સમય મર્યાદામાં શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સમાં આપી દીધેલ.પણ રાબેતા મુજબ વિમા કંપનીએ વિમાની રકમ આપવાની ના પાડી દીધેલ.બાદમાં મોહનભાઈએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કરેલ અને અદાલતે વિમા કંપનીની કોઈ વાત માન્ય રાખી નહીં અને મોહનભાઈએ રીક્ષાના ખર્ચના બીલ આપેલ તે મુજબ રૂા.૪૨, ૩૨પ તેમજ રૂા. ૫૦૦૦ અન્ય ખર્ચના ૬ ટકાના વ્યાજ સાથે તારીખ ૩૧-૮-૨૩ થી ચુકવવાનો અદાલતે વિમા કંપનીને હુકમ કરેલ છે. ગ્રાહકે પોતાના હકક માટે લડત કરવી જોઈએ.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાંવેલ છે.
