મોરબી, હળવદ અને વાંકાનેરના તીથવા ગામે જુગારની ચાર રેડ: 4 મહિલા સહિત કુલ 13 ઝડપાયા
મોરબીમાં ઘરે હાર્ટ અટેક આવતા સારવારમાં ખસેડાયેલા નિવૃત્ત શિક્ષકનું મોત
SHARE







મોરબીમાં ઘરે હાર્ટ અટેક આવતા સારવારમાં ખસેડાયેલા નિવૃત્ત શિક્ષકનું મોત
મોરબીમાં અવની ચોકડી પાસે આવેલ મયુર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષકને ઘરે હાર્ટ અટેક આવતા તે બેભાન થઈ ગયા હતા જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ અવની ચોકડી કેનાલ રોડ પાસે મયુર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક જગજીવનભાઈ ભીમજીભાઇ અઘારા (72) ને તેઓ પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો જેથી તે બેભાન થઈ જતા તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે વૃદ્ધને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મહિલા સારવારમાં
મોરબીમાં નજરબાગ રેલવે સ્ટેશન સામેના ભાગમાં આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા ભાનુબેન ઉગાભાઇ સોલંકી (45) ઘરેથી એક્ટિવા લઈને સ્કૂલે જતા હતા ત્યારે અન્ય એકટીવાના ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાઇક સ્લીપ
મોરબીના બેલા ગામ પાસે ખોખરા હનુમાન રોડ ઉપર પોલો સેનેટરી નજીકથી બાઈક લઈને રંગાસ્વામી વર્ધાપુરી (47) રહે. મૂળ તમિલનાડુ વાળો પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી
