વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા સુવર્ણ પ્રાશન સંસ્કાર કેમ્પ યોજાયો મોરબી જિલ્લામાં ૨૧ ઓક્ટોમ્બરે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગયેલ બાળક રાજકોટ સારવારમાં


SHARE











મોરબી નજીક ડેમુ ટ્રેનની હડફેટે ચડી ગયેલ બાળક રાજકોટ સારવારમાં

મોરબીમાં નજરબાગ રેલવે ફાટક પાસેથી ડેમુ ટ્રેન પસાર થઈ હતી ત્યારે તેની હડફેટે બાળક ચડી ગયો હતો જેથી તે બાળકને ઇજાઓ થવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા વિનોદભાઈ પરમારનો 14 વર્ષનો દીકરો મીત ગત તા. 19 ના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં નજરબાગ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડેમુ ટ્રેનની હડફેટે તે ચડી જતા તેને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા બાળકને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને આ અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ મ પાસે છોટા હાથી અને ડમ્પર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં વિશ્વાબેન મુન્નાભાઈ (27) અને મુન્નાભાઈ શંકરભાઈ (29) બે વ્યક્તિઓને ઈજા થઈ હતી આવી જ રીતે જયપાલભાઈ પ્રગજીભાઇ વેકરીયા (20) રહે, ભીમકટ્ટા વાળાને પણ ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા ત્રણેય વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News