ટંકારા નગરપાલિકાને રદ કરવાની માંગ સાથે મામલતદારને ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યુ
SHARE








રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો છે જો કે ત્યાં ગ્રામ પંચાયત જેવી પણ સુવિધા લોકોને મળતી નથી જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આજે રેલી યોજીને ટંકારા નગરપાલિકા રદ કરવાની માંગ કરવામાં આવેલ છે
ટંકારાની લતીપર ચોકડી થી મામલતદાર કચેરી સુધીની રેલી યોજાઇ હતી અને હબીબભાઇ અબ્રાણીની આગેવાનીમાં ટંકારાના મામલતદાર પી.એન. ગોરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ જેમા જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં આવતા ટંકારા ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી અને થોડા મહિના પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવેલ છે જોકે સરકાર દ્વારા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવવામાં આવી ત્યારે પહેલા ગ્રામ પંચાયતને કે નગરજનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હતા. આટલું જ નહીં પરંતુ મતદારોની સંખ્યા પણ ટંકારા વિસ્તારમાં ઓછી હોવાથી નગરપાલિકાનો દરજ્જો આપી ન શકાય જેથી સરકારે ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપેલ છે તે રદ કરવામાં આવે અને ટંકારા ગ્રામ પંચાયત બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં લોકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સરકારે નગરપાલિકા બનાવી દીધી પરંતુ ગ્રામ પંચાયત જેવી પણ સુવિધા ટંકારા વિસ્તારમાં મળતી નથી ત્યારે નગરપાલિકાને રદ કરવામાં આવે અને લોકોને સારી સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

