ટંકારા નગરપાલિકાને રદ કરવાની માંગ સાથે મામલતદારને ગામના લોકોએ આવેદનપત્ર પાઠવ્યુ
મોરબીના મચ્છુ-2 ડેમના બે દરવાજા બુધવારે બપોરે પાણી છોડવા માટે બે ફુટ સુધી ખોલવામાં આવશે: અધિકારી
SHARE








મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજાઓનું આયુષ્ય પૂર્ણ થયેલું હોવાથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સરકાર દ્વારા મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાનું કામ મંજૂર કરવામાં આવેલ છે તે કામ હાલમાં ચાલી રહ્યું છે જેથી કરીને ડેમમાં રહેલ પાણી ખાલી પણ કરવું પડે તેમ છે જેથી તા. 23 ના રોજ બપોરે ચાર વાગ્યે ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવશે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવશે
સરકાર દ્વારા વર્ષ 2024 માં મચ્છુ- 2 ડેમના 38 પૈકીના 5 દરવાજાને બદલવામાં આવ્યા હતા. અને આ વર્ષે બાકીના 33 દરવાજા એકી સાથે બદલાવવામાં આવશે અને હાલમાં જે 33 દરવાજા બદલાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે તે કામ આગામી તા 1 જૂન એટલે કે ચોમાસાના આગમન પહેલા જ પૂર્ણ કરી દેવા માટે જોરશોરથી કામ ચાલી રહ્યુ છે અને આગામી ચોમાસામાં વરસાદ પડે એટ્લે ફરીથી મચ્છ-2 ડેમમાં પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દેવામાં આવશે.
મચ્છુ-2 ડેમમાં કુલ 3104 એમસીએફટી પાણીનો સંગ્રહ થાય છે અને તા 2/4 રોજ ડેમમાં 939 એમસીએફટી જેટલો જળ જથ્થો ભરાયેલ છે જેમાંથી ડેમના દરવાજા બદલાવવા માટે બે દિવસમાં 390 એમસીએફટી જેટલો જળ જથ્થો નદીમાં છોડવામાં આવિયો હતો ત્યારબાદ મોરબી શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પીવાનું પાણી સપ્લાય કરવામાં ડેમના પાણીનો ઉપયોગ થયો હોવાથી આજની તારીખના ડેમની અંદર 403 એમસીએફટી પાણીનો જથ્થો ભરેલો છે
જો કે, આ ડેમના 36 વર્ષ બાદ દરવાજા બદલાવવા માટેનું કામ સિંચાઇ વિભાગે શરૂ કરેલ છે આ ડેમમાંથી તા 23 ના રોજ બપોરે ચાર વાગ્યે ફરી પાણી છોડવામં આવશે પરંતુ પાણી છોડતા પહેલા મોરબી તાલુકાનાં 20 અને માળીયા તાલુકાનાં 9 આમ કુલ મળીને 29 ગામોને સિંચાઇ વિભાગ દ્વારા એલર્ટ કરવામાં આવેલ છે. અને શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ જગ્યાએ પીવાના પાણી માટેની કોઈને મુશ્કેલી ન પડે તેવું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

