મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજની જેલ હવાલે
SHARE









મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજની જેલ હવાલે
મોરબીના પંચાસર રોડ ઉપર યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો અને આ યુવાનને છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલા હવાલે કરવામાં આવેલ છે
મોરબીના ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામના યુવાનને મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબી વાળાએ ગાળો આપીને છરીનો ઘા ઝીકયો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત નવઘણને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના કાકા મનુભાઈ અજાણાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના આધારે પોલીસે મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારાની ધરપકડકરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને તે રિમાન્ડ પૂરા થતાં મોરબી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે
