મોરબી નજીક લજાઈ ચોકડી પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ-અમેરિકન ડોલર દેવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીઑના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
SHARE









મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ-અમેરિકન ડોલર દેવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીઑના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગેંગના ત્રણ સાગરીતોને ૨૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે
મોરબી જીલ્લામાં યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવામાં માળીયા મિયાણા તાલુકામાં હરીપર ગોલાઇ પાસે મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રહેતા બીપીનભાઇ અરજણભાઇ પરમારને અમેરીકન ડોલર અડધી કીંમતમાં આપવાના બહાને એક ત્રિપુટી દ્વારા ગત તા.૧૭-૧૧ ના રોજ બોલાવવામાં આવ્યા હતા અને તેઓને અમેરીકન ડોલરનું બંડલ બતાવી તેઓ ડોલરનું બંડલ ગણતા હતા ત્યારે જે આરોપીઓ ડોલર આપવા માટે આવ્યા હતા તેના જ અન્ય સાગરીતો પોલીસ બની ત્યાં રેઇડ કરવા માટે આવ્યા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપીયા ૪,૫૦,૦૦૦ ની રકમ વિશ્વાસધાત કરીને લઈ લીધી હતી અને અમેરીકન ડોલરની નોટોનું બંડલ બીપીનભાઇને છેતરપીંડી કરવા બતાવેલ હતું તે પણ આરોપીઓ સાથે લઈને જતાં રહ્યા હતા જેથી કરીને બિપિનભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના પાંચ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મોરબી એલસીબી.ની ટીમે હાસમભાઇ કરીમભાઇ મૌવર રહે. વીસીપરા મોરબી વાળો તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કીયા કાર લઇ માળીયા તરફ જનાર છે. જેને અગાઉ અનેક વખત અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ બતાવી લોકો સાથે છેતરપિંડી કરેલ છે જે હકીકત આધારે મુકેશભાઇ ઉર્ફે લાલો, હાસમભાઇ કરીમભાઇ મૌવર અને ઇમ્તીયાઝ યુનુસભાઇ અજમેરી પીંજારાની રોકડા રૂપીયા, મોબાઇલ ફોન, અમેરીકન ડોલર, પીળી ધાતુના બીસ્કીટ સાથે ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં અનવરભાઇ બચુભાઇ જામ, સાજીદ મૌવર, સલીમભાઇ, શબ્બીર જામનમામદ અને મહેબુબભાઇને પક્દ્વના બાકી છે જેથી કરીને આ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે અને હાલમાં જે આરોપીને પકડેલા છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં છે જેથી આ ગેંગે કેટલાને શિકાર બનાવ્યા છે અને કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે
