મોરબી જીલ્લામાં સ્વતંત્રતા આંદોલન વિષય ઉપર રંગોળી સ્પર્ધાનુ આયોજન
મોરબી જીલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ૨૧૬૬૮ ફોર્મ રજૂ થયા
SHARE







મોરબી જીલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ૨૧૬૬૮ ફોર્મ રજૂ થયા
મોરબી જિલ્લામાં મતદારયાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અને તા.૦૧/૧૧/૨૦૨૨ ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ભારત ચૂંટણી પંચ દ્વારા હક્ક-દાવાઓ અને વાંધા અરજીઓ સ્વિકારવા માટે ખાસ ઝુંબેશના દિવસો નિયત કરેલ છે.
ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે તા.૧૪/૧૧ તથા તા.૨૧/૧૧ ના ખાસ ઝુંબેશના દિવસો દરમ્યાન મોરબી જિલ્લામાં કુલ–૯૦૪ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસરશ્રીની હાજરીમાં ઉક્ત કાર્યક્રમ યોજાયા હતા. જેમાં હક્ક-દાવા અને વાંધા અરજીઓ બાબતે કુલ-૨૧૬૬૮ લોકોની અરજી આવેલ છે. જેમાં મોરબી જિલ્લામાં ઝુંબેશના પ્રથમ દિવસ તા.૧૪/૧૧ ના રોજ કુલ ૧૦૪૮૦ ફોર્મ્સ આવેલ અને તા.૨૧/૧૧ ના રોજ તેમજ કચેરીમાં મળેલ ફોર્મ્સ સહિત કુલ ૧૧૧૮૮ ફોર્મ્સ મળેલ છે. અવસાન તેમજ સ્થળાંતર માટે કુલ ૪૭૯૩ લોકોની અરજીઓ આવેલ છે. જ્યારે ઇપિક કાર્ડમાં સુધારા/વધારા, સરનામા ફેર, ફોટો બદલવો માટે કુલ ૩૫૫૬ ફોર્મ્સ મળેલ છે.
૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં મતદારયાદીમાં નામ ઉમેરવા માટે વધારેમાં વધારે ફોર્મ આવે તે માટે કોલેજ/આઇ.ટી.આઇ. વિ. જગ્યાએ વોટર રજીસ્ટ્રેશન કેમ્પ પણ યોજવામાં આવેલ છે. અને હજુ આગામી તા.૨૭/૧૧/૨૦૨૧ અને તા.૨૮/૧૧/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ની ઝુંબેશ દરમ્યાન હજુ પણ વધુ ફોર્મ્સ મળશે. તેમજ આ ઝુંબેશના બાકીના દિવસો દરમ્યાન મોરબી જિલ્લાના લોકો આ ઝુંબેશમાં વધુને વધુ ભાગ લે તે માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જે.બી.પટેલ દ્વારા જાહેર અપીલ કરવામાં આવેલ છે. અને કોઇ પણ વ્યક્તિ મતદારયાદીમાં નામ દાખલ કરવામાં વંચિત રહી ન જાય તે માટે તમામ બી.એલ.ઓ. એ હાઉસ-ટુ-હાઉસ તપાસણી કરવા માટે પણ સુચના આપવામાં આવેલ છે.
ઝુંબેશ દરમ્યાન મોરબી જિલ્લામાં અત્યાર સુધી મતદારયાદી સુધારણા કાર્યક્રમ મુજબ ૬૫-મોરબીમાં ફોર્મ નં.-૬ (નવા નામ દાખલ કરવા માટે) ૩૯૯૪, ફોર્મ નં.-૭ (નામ કમી/સ્થળાંતર માટે ) ૧૬૪૪, ફોર્મ નં. ૮ (સુધારા/વધારા માટે) ૧૧૨૫, ફોર્મ નં.-૮ક (એક્જ વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે) ૯૩૭, મળી કુલ ૭૭૦૦ ફોર્મ્સ મળેલ છે તેમજ ૬૬-ટંકારામાં ફોર્મ નં.-૬ (નવા નામ દાખલ કરવા માટે) ૪૧૮૪, ફોર્મ નં.-૭ (નામ કમી/સ્થળાંતર માટે ) ૧૮૮૨, ફોર્મ નં.-૮ (સુધારા/વધારા માટે) ૧૨૭૭, ફોર્મ નં.-૮ક (એક્જ વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે) ૧૬૨ મળી કુલ ૭૫૦૫ ફોર્મ્સ મળેલ છે. તેમજ ૬૭-વાંકાનેરમાં ફોર્મ નં.-૬ (નવા નામ દાખલ કરવા માટે) ૩૯૪૧, ફોર્મ નં.-૭ (નામ કમી/સ્થળાંતર માટે) ૧૨૬૭, ફોર્મ નં.-૮ (સુધારા/વધારા માટે) ૧૧૫૪, ફોર્મ નં.-૮ક (એક્જ વિધાનસભા વિસ્તારમાં સ્થળાંતર માટે) ૧૦૧ મળી કુલ ૬૪૬૩ ફોર્મ્સ મળેલ છે. આમ જિલ્લામાં કુલ ૨૧૬૬૮ ફોર્મ્સ રજૂ થયેલ છે. તેમ એસ. એમ. કાથડ નાયબ જીલ્લા ચૂંટણી અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.
