મોરબી જીલ્લામાં મતદાર યાદી સુધારણા અંતર્ગત ૨૧૬૬૮ ફોર્મ રજૂ થયા
મોરબી જિલ્લાના હળવદ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવિને પ્રેમી પંખીડાનો આપઘાત
SHARE







મોરબી જિલ્લાના હળવદ નજીક ટ્રેન હેઠળ ઝંપલાવિને પ્રેમી પંખીડાનો આપઘાત
મોરબી જિલ્લાના હળવદ નજીક પ્રેમી યુગલે ગુડ્સ ટ્રેન હેઠળ ઝંપલાવ્યૂ હતું જેથી કરીને યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અને યુવતીને સારવારમાં લઈને ગયા હતા જો કે સારવાર કારગત ન નિવડતા યુવતીનું પણ મોત નીપજયું છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવ મળતી માહિતી મુજબ મુન્દ્રાથી આવતી ગુડ્સ ટ્રેન હેઠળ હળવદ નજીક પ્રેમી યુગલે ઝંપલાવ્યૂ હતું જેથી કરીને ચુલી ગામે રહેતા વિશાલ દિનેશભાઇ પલાણી નામના યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જો કે, યુવતીને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે ખસેડાઇ હતી જો કે, ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામની નિકિતાબેન ચંદુભાઈ ઠાકોર નામની યુવતીનું સારવારમાં મોત થયું છે જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે
