મોરબીના 602 જમીન કૌભાંડની તપાસ હવે ડીજીપીની દેખરેખ હેઠળ: ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ હરખાવું કે રડવું તે સમજાતું નથી !
SHARE








મોરબીના 602 જમીન કૌભાંડની તપાસ હવે ડીજીપીની દેખરેખ હેઠળ: ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ હરખાવું કે રડવું તે સમજાતું નથી !
મોરબીમાં ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને વજેપર ગામે જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે અને સરકારી રેકર્ડમાં ગંભીર કહી શકાય તેવા ચેડાં કરવામાં આવેલ છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મૂળ માલિકે ન્યાય મેળવવા માટે ઉચ્ચ કક્ષ સુધી રજૂઆતો કરી હતી જેથી કરીને આ કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે જેની સંડોવણી હોવાની ખુલ્લેઆમ ચર્ચા ચાલી રહી છે તેના દ્વારા આ કૌભાંડમાંથી પોતાના હાથને ખંખેરી લેવા માટે થઈને છેલ્લા ઘણા મહિનાઓથી શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવાવમાં આવી રહી હતી જો કે, તાજેતરમાં 602 જમીન કૌભાંડની તપાસ ડીજીપીની દેખરેખ હેઠળ કરવામાં આવે તેના માટે સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના ડીવાયએસપીને તપાસ સોંપવામાં આવેલ છે ત્યારે આ ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીઓએ હરખાવા જેવુ છે કે રડવા જેવુ તે તેઓને પણ સમજાતું નહી હોય તે નિશ્ચિત છે.
મોરબીના વજેપર ગામના સર્વે નંબર 602 ની કરોડ રૂપિયાની જમીન બેચરભાઈ ડુંગરભાઇ નકુમની છે અને તે જમીનને પચાવી પાડવા માટે થઈને બોગસ આધાર પુરાવાઓ ઊભા કરીને તેના આધારે વારસાઈ એન્ટ્રી કરાવવામાં આવી હતી જો કે, તે અંગેની સમયસર ખોટી રીતે કરવામાં આવેલ વારસાઈ એન્ટ્રીને રદ કરાવવા માટે જમીનના મૂળ માલિકના દીકરાએ રજૂઆતો કરી હતી અને તેની પાસે રહેલા પુરાવાઓ રજૂ કર્યા હતા પરંતુ તેને ચેક કરવામાં આવ્યા ન હતા જેથી કરીને જમીનના મૂળ માલિકના દીકરા ભીમજીભાઇ બેચરભાઇ નકુમ સહિતના પરિવારજનોએ સ્થાનિક અધિકારીઓ થઈ લઈને હાઇકોર્ટ સુધી અને સરકારમાં મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી ત્યારે બાદ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશને એક મહિલા અને એક સરપંચ સામે નામ જોગ જમીન કૌભાંડની ફરિયાદ નોંધાયેલ હતી. જોકે, આ આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
અત્રે ઉલેખનીય છે કે, આ જમીન કૌભાંડની ફરિયાદ કરવામાં આવી ત્યાર બાદ મોરબી જિલ્લાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને જીતુભાઈ સોમાણીની હાજરીમાં કલેક્ટરને ભોગ બનેલા ફરિયાદીના પરિવારે રજૂઆતો કરી હતી અને અધિકારીઓની ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા. અને કલેકટરે આપેલ ખાતરી બાદ ફરિયાદીએ એક કે બે નહીં પરંતુ 17 શખસોના નામ જોગ વિશેષ નિવેદન આપ્યું હતું જેમાં અધિકારી સહિતાનોના નામ લખવામાં આવ્યા હતા જેથી કરીને અધિકારી સહિતનાઓને છાવરવા અને જમીન કૌભાંડને રફેદફે કરવા માટેના પ્રયાસો પહેલેથી જ કરવામાં આવી રહ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. જો કે, આ કેસની તપાસ ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપવામાં આવી ત્યાર પછીથી જે લોકો આરોપીઓને છાવરવા માટેના પ્રયાસો કરી રહ્યા હતા તેમાંથી ઘણા લોકો પોતાના હાથ ખંખેરવા લાગ્યા હતા.
જો કે, મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લેવામાં આવી તેમાં ભોગ બનેલા પરિવારના કહેવા મુજબ ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી પોલીસ સામે કલેક્ટર સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો હતા અને જે દિવસે ફરિયાદ લેવામાં આવી તેના બીજા જ દિવસે ફરિયાદી દ્વારા એક અરજી કરવામાં આવી હતી જેમાં તેઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા અને મોરબી જિલ્લા પોલીસ વડાના તાબામાં આ કેસની તપાસ તટસ્થ રીતે થશે તેવો ફરિયાદીને કોઈ વિશ્વાસ નથી તેવું લખવામાં આવ્યું હતું અને આ ગુનાની તપાસ રાજ્ય પોલીસ વડાની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવે તેવી ફરિયાદીએ માંગ કરી હતી આટલું જ નહીં જિલ્લા બહાર અન્ય એજન્સીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી.તેવામાં ડીજીપીએ આ ગુનાની તપાસ તેઓની સીધી દેખરેખ હેઠળ આવતા સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલના ડીવાયએસપી આર.એસ.પટેલને સોંપી છે.ત્યારે આ ચકચારી કેસમાં સંડોવાયેલા આરોપીઓએ હરખાવુ કે રવડું તે તેઓને પણ સમજાતું નહીં હોય.
અત્રે ઉલેખનીય છેકે, આ જમીન કૌભાંડમાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા શખ્સો જયારથી ભોગ બનેલ પરિવાર હાઇકોર્ટમાં પહોચ્યો છે ત્યારથી આ જમીન કૌભાંડમાંથી હાથને ખંખેરી લેવા માટે શામ, દામ, દંડ ભેદની નીતિ અપનાવી રહ્યા છે અને 602 જમીન કૌભાંડ રફેદફે કરીને આરોપીઓને છાવરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે જો કે, મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા પાસે તપાસ ગઈ ત્યારે ઘણાના મોતિયા મરી ગયા હતા જો કે, હવે જયારે ડીજીપીની સીધી દેખરેખ હેઠળના અધિકારીને આ ચકચારી કેસની તપાસ સોંપવામાં આવેલ છે.ત્યારે અમુક લોકો ઉત્સાહમાં આવી ગયા છે.પરંતુ લોકોએ કલ્પના પણ ન કરી હોય તેવું પરિણામ આ જમીન કૌભાંડમાં આવશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે કેમ કે, કોઇની ભલામણ કે કોઈના કહેવાથી નહી પરંતુ જમીનના મૂળ માલિકે કરેલ અરજીને ધ્યાને લઈને હાલમાં ડીજીપીની દેખરેખ હેઠળ આ જમીન કૌભાંડની તપાસ લેવામાં આવી છે.અને છેલ્લા દિવસોમાં તપાસનીસ અધિકારી દ્વારા જે તલસ્પર્શી તપાસ કરવામાં આવી છે તેનું સો ટકા આશ્ચર્યજનક પરિણામ આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

