જમ્મુના આતંકી હુમલાના વિરોધમાં વાંકાનેરના લોકો પાકિસ્તાની ઝંડાને પગતળે કચડશે
મોરબીમાં મિત્રને મળીને ઘરે જતા યુવાનને કાળનો ભેટો: અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાનનું મોત
SHARE








મોરબીમાં મિત્રને મળીને ઘરે જતા યુવાનને કાળનો ભેટો: અજાણ્યા ટ્રક ચાલકે બાઇકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાનનું મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ મોટો સીરામીકની ચોકડી પાસે ગત રાત્રિના અકસ્માત બનાવ બન્યો હતો.રાત્રિના અગિયારેક વાગ્યે બનેલ અકસ્માતમાં બાઈક સવાર યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીરપણે ઘવાયેલ હાલતમાં યુવાનને ૧૦૮ વડે અત્રેની સિવિલએ લાવવામાં આવ્યો હતો અને અહીંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે રાજકોટ પોલીસ દ્વારા જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રો તથા રાજકોટ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલ તા.૨૫-૪ ના રાત્રીના ૧૧ વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ મોટો સીરામીક નજીક ચોકડી પાસેથી બાઈક લઈને જઈ રહેલ જગદીશભાઈ સહદેવ ભાઈ રૂષિ (ઉમર ૨૮) હાલ રહે.કયુ સેવન સીરામીક નીચી માંડલ તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે.બિહાર ના બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લીધું હતું.જેથી માથા તથા શરીરના ભાગે ઘવાયેલી હાલતમાં ઇજાગ્રસ્ત જગદીશભાઈ રૂષિને પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા ત્યાં રાબેતા મુજબ પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જયાં આજે તા.૨૬-૪ ના વહેલી સવારે ૫:૩૦ વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન રહેલા જગદીશભાઈ સહદેવભાઈ રૂષિ (ઉમર ૨૮) મૂળ રહે.બિહાર હાલ રહે.નીચી માંડલ તા.જી.મોરબી નામના મજૂર યુવાનનું મોત થયુ હતુ.મૃતક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.બે ભાઈ તથા બે બહેનોમાં મોટો હતો.મૃતક પરણીત હોય સંતાનમાં એક દીકરી છે.યુવાનના મોતના પગલે મજૂર પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.હાલ બનાવ અંગે રાજકોટ ખાતેથી જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ મથકના બી.જી.દેત્રોજા દ્વારા નોંધ કરી અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટ્રક ચાલકને પકડવા આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા ભીખાભાઈ ખીમજીભાઇ સોલંકી નામના ૪૬ વર્ષીય યુવાનને ગામ નજીક અજાણ્યા મોટરસાયકલ ચાલકે ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ હાલતમાં અત્રે આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરતા હળવદ પોલીસે આગળની તપાસ કરી હતી.જ્યારે ટંકારાના અલ્પેશભાઈ વિરગરભાઈ ગોસાઈ નામનો ૩૧ વર્ષનો યુવાન પોતાના ભાણેજ સાથે બાઈકમાં જતો હતો ત્યારે ટંકારા પ્રભુનગર સોસાયટી પાસેથી જતા વખતે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તે રીતે હળવદ તાલુકાના માલણીયાદ ગામે નૌસાદ પ્રહલાદભાઈ પરમાર નામના આઠ વર્ષનો બાળક ગામમાં સાયકલ લઈને જતો હતો.ત્યારે પડી જતા ઈજા પામતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.
વૃદ્ધ-યુવાન સારવારમાં
મોરબીના રંગપર ગામના રાજેશભાઈ વશરામભાઈ પડસુંબીયા નામના ૬૪ વર્ષીય આધેડ મોરબીના મુનનગર મેઇન ચોક પાસે આવેલ રાધિકા સેલ્સ નજીકથી પગપાળા જતા હતા ત્યારે કોઈ બાઈક ચાલકે તેઓને હડફેટ લેતા અકસ્માત બનાવમાં ઈજા થતા સારવારમાં લઈ જવાયા હતા.તેમજ મોરબી શનાળા રોડ ગોકુલનગર પાછળ આવેલ જાગાની વાડી વિસ્તારમાં રહેતો હિતેશભાઈ પરસોતમભાઈ કણજારિયા નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને એસપી રોડ નજીકથી જતો હતો ત્યાં સરદાર પટેલ માર્કેટના ખૂણા પાસે બાઈક સ્લીપ થવાની ઘટનામાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં લઈ જવાયો હતો.

