મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા


SHARE

















મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા

મોરબી જિલ્લામાં ઘણા લોકો મજૂરી કામ સાથે તેના પરિવાર સાથે આવે છે તેવી રીતે બાંગ્લાદેશીઓ પણ મોરબી જિલ્લામાં આવ્યા હોવાની શક્યતાના આધારે જુદી જુદી જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવ્યું હતું તેવામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે તુલસી પાર્કમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાંથી બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે જેમાં બે બાળકો સહિત કુલ 10 વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેથી પોલીસે તેઓને કબજામાં લઈને આ બાંગ્લાદેશીઓને અહીથી પાછા તેના દેશમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

તાજેતરમાં જમ્મુના પહેલગામ ખાતે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ભારત સરકાર દ્વારા પાકિસ્તાનથી આવેલા લોકોને પરત મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેથી ઠેર ઠેર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેવામાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી ઘણા બધા બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે ત્યારે મોરબી જિલ્લો પણ તેમાંથી બાકાત નથી. મોરબી જિલ્લા એસઓજી સહિતની સ્થાનિક પોલીસની ટીમો દ્વારા જુદી જુદી જગ્યા ઉપર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવામાં મોરબી જિલ્લામાંથી કુલ મળીને 10 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે.

મોરબી જિલ્લા પીઆઈ એન.આર.મકવાણા સહિતની ટીમ દ્વારા અગાઉ મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ સોની બજાર નજીક સોની કામ કરતા બંગાળીઓને ચેક કરવામાં આવ્યા હતા ત્યારબાદ મોરબીના લાલપર ગામ પાસે સિરામિક સીટી વિસ્તારની અંદર પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને મકાનસર ગામ પાસે આવેલ તુલસી પાર્ક વિસ્તારમાં રહેતા લોકોને ચેક કરવામાં આવ્યા હતા દરમિયાન ત્યાંથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા આમ કુલ મળીને 10 બાંગ્લાદેશી મળી આવ્યા છે જેથી તેઓ પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જે મકાનની અંદર આ બાંગ્લાદેશીઓ રહેતા હતા તેના મકાન માલિક દ્વારા કોઈ ભાડા કરાર કરવામાં આવેલ નથી અને પોલીસને આ અંગેની કોઈ જાણ કરવામાં આવેલ નથી અને પોલીસના કહેવા મુજબ હાલમાં જે બાંગ્લાદેશીઓને મકનસર પાસેથી પકડવામાં આવ્યા છે તે છેલ્લા એકાદ મહિનાથી જ મોરબી વિસ્તારમાં આવીને રહેતા હતા જોકે, ત્યારે પહેલા તે ગુજરાતમાં ક્યાં રહેતા હતા ?, શું કરતા હતા ? અને અહીંયા શું કામ કરતા હતા ? તે સહિતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.




Latest News