મોરબીના મકનસર ગામેથી 2 બાળકો, 3 પુરુષો અને 5 મહિલા સહિત કુલ 10 બાંગ્લાદેશી ઝડપાયા
મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી
SHARE









મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે દમયંતીબેન નિરંજનીની વરણી કરવામાં આવેલ છે અને તેઓએ જણાવ્યુ હતું કે, તેમણે પ્રદેશના નેતૃત્વ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવેલ છે તેના થકી મોરબી જિલ્લામાં મહિલા કોંગ્રેસનો વ્યાપ વધે અને સંગઠન વધુ મજબૂત બને તેવા પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવશે. અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડી ગુજરાતમાં મહિલા સદસ્યતા અભિયાનને વધુમાં વધુ આગળ વધારશો.
