માળિયા (મી)માં એક જ પરિવારના 14 લોકોને ફૂડ પોઇઝનિંગ થતાં સારવારમા
મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં
SHARE








મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીક સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ઇંગોરાળા ગામના રહેવાસી અને હાલમાં હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે ટેસા સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા હકાભાઇ બહાદુરભાઇ સીતાપરા જાતે કોળી (48) એ લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની તાત્કાલિક જાણ થઈ જતા તેઓને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
યુવાન સારવારમાં
હળવદના રહેવાસી સુભાન ઉમરદિનભાઈ બાબરીયા (35) નામનો યુવાન બાઇકમાં નીચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થઇ હતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એરટીકા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સુરેન્દ્ર (27) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

