વાંકાનેરમાં પેલેસ્ટાઇનના ઝંડા સાથેની ગાડી લઈને નીકળેલ શખ્સની પણ ધરપકડ
માળીયા (મી)ના સરવડ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 3.30 લાખનો મુદામાલ કબજે: એકની શોધખોળ
SHARE








માળીયા (મી)ના સરવડ પાસેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા, 3.30 લાખનો મુદામાલ કબજે: એકની શોધખોળ
માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામ પાસે હાઇવે રોડ ઉપરથી પસાર થતી સ્વિફ્ટ ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી 150 લીટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂ તથા કાર મળીને 3.30 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને કારમાં બેઠેલા બે શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવ્યું હોય ત્રણ શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગ માહિતી ત્યારે સરવડ ગામ પાસેથી પસાર થતી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 9198 ને રોકીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી કુલ મળીને 150 લીટર દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસને 30 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3.30 લાખના મુદ્દામાલ સાથે આરોપી તાજમહમદ ઉર્ફે તાજુ કરીમભાઈ સંધવાણી (35) રહે. વાડા વિસ્તાર માળીયા મીયાણા તથા અનવરભાઈ હુસેનભાઇ ખોડ (30) રહે. ખોડવાસ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે તેની પ્રાથમિક દરમિયાન અલીભાઈ ગુલમામદભાઇ સંઘવાણી રહે. નવાગામ તાલુકો માળીયા મિયાણા વાળાનું નામ સામે આવ્યું હોય હાલમાં ત્રણેય શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને અલીભાઈ સંધવાણીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
મહિલા સારવારમાં
હળવદના રણછોડગઢ ગામે રહેતા શારદાબેન જગદીશભાઈ પરમાર નામના ત્રીસ વર્ષીય મહિલાને દેવળિયા ગામ નજીક ટ્રેક્ટર હડફેટે ઇજાઓ થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તે રીતે જ હળવદના ચરાડવા ગામના લાભુબેન લાલજીભાઈ પટેલ નામના ૬૪ વર્ષના મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ચરાડવા નજીક તેઓ કોઈ કારણોસર બાઈકમાંથી પડી જતા ઇજાગ્રસ્ત હાલતમાં તેમને અત્રેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

