મોરબીમાં શાળા પાસેની ગંદકી બાળકોના હીતમાં દુર કરવા લેખીત રજૂઆત
મોરબી સીટી બસના સ્ટાફે મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો
SHARE









મોરબી સીટી બસના સ્ટાફે મુસાફરનો કિંમતી મોબાઈલ પરત કર્યો
મોરબીમાં છેલ્લા ઘણા સમયથી પાલીકા દ્રારા સીટી બસ સેવા ચાલુ છે જે સીટી બસ સેવાનો લોકો લાભ લઇ રહ્યા છે જેમાં એક યુવાન મુસાફર તેનો કિમતી મોબાઈલ ભૂલી ગયો હતો જે મોબાઇલ સીટી બસના સ્ટાફને મળ્યો હતો.જેથી પાલીકાના સ્ટાફે મોબાઈલના મૂળ માલિકને શોધીને તેને બોલાવી મોબાઇલ પરત આપીને પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યું હતુ.નગરપાલિકાની સીટી બસમાં મુસાફરી સમયે એક મુસાફર તેનો મોબાઈલ ભૂલી ગયેલ હોય અને આશરે ૨૦ હજારની કિંમતનો મોબાઈલ હોય આ મોબાઇલ સીટી બસના સ્ટાફ પ્રભુભાઈને મળ્યો હતો અને પ્રલોભનમાં આવ્યા વિના પ્રભુભાઇએ તે મોબાઇલ પાલીકા સીટી બસ સંચાલનની ઓફિસમાં જમા કરાવ્યો હતો જેથી પાલીકાકર્મી અશોકભાઈ જોશીએ મોબાઈલના મૂળ માલિકને શોધીને ખરાઈ કર્યા બાદ મોબાઈલ તેમા મૂળ માલિકને પરત કર્યો હતો અને પોતાના વિભાગ એવા સીટી બસ સેવાના સ્ટાફની પ્રમાણિકતાને પણ બિરદાવી હતી.
