મોરબીમાં હંગામી હોકર્સઝોન ચાલુ કરીને મહાપાલિકા દ્વારા ૨૭૬ નાના વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી
SHARE







મોરબીમાં હંગામી હોકર્સઝોન ચાલુ કરીને મહાપાલિકા દ્વારા ૨૭૬ નાના વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી
મોરબીમાં રસ્તા પર લારી રાખી ધંધો કરતાં વેપારીઓને પહેલા મહાપાલિકા દ્વારા હટાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેઓને ચોક્કસ જગ્યાએ વેપાર કરવા માટે હોકર્સઝોન ચાલુ કરવામાં આવ્યા છે જેથી કરીને ૨૭૬ નાના વેપારીઓને વેપાર કરવા માટેની જગ્યા મળી ગયેલ છે અને રસ્તા ઉપરથી દબાણ દૂર થવાથી ટ્રાફિક સહિતના પ્રશ્નો પણ ઉકેલાયેલ છે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા ગાંધીચોકની ફરતે રસ્તા પર લારી રાખી ધંધો કરતાં ૪૫ જેટલા રેકડી ધરકોને ગાંધીચોકમાં હંગામી ધોરણે જગ્યા આપેલ છે અને રસ્તાપરનું દબાણ દૂર કરાવવામાં આવ્યું છે જેથી ટ્રાફિકની સમસ્યામાં ઘટાડો થયેલ છે. તેવી જ રીતે સર્કિટ હાઉસ સામે આવેલ કુળદેવી પાન પાસેની જગ્યામાં ૨૨ જેટલા રેકડીધારકો, નરસંગટેકરી પાસે ખુલ્લી જગ્યામાં ૨૯ જેટલા રેકડીધારકો તથા સરદારબાગની સામે અને માધાપર વિસ્તારમાં ૧૮૦ જેટલા રેકડી ધારકોને જગ્યા ફાળવી હંગામી ધોરણે હોકર્સઝોન ચાલુ કરવામાં આવ્યા છે. આમ મહાપાલિકા દ્વારા રસ્તા પર દબાણ કરી વ્યવસાય કરતા રેકડીધારકોને હંગામી ધોરણે ચાલુ કરેલ હોકર્સઝોનમાં જગ્યા ફાળવવાના કારણે રસ્તાઓ દબાણમુક્ત થતા ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે ઘટાડો થયેલ છે.
