મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર


SHARE













વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે તળાવ રિપેરીંગનું ૩૯.૯૫ લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું છે જે કામનું ખાતમુહૂર્ત તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર દ્વારા કરવામાં આવ્યું હતું અને મુખ્ય કામગીરી તરીકે નાની સિંચાઈ યોજનામાં તળાવ ઊંડું કરવાનું, પાળનું જંગલ કટિંગ, માટીકામ અને પિચિંગ કામ કરવામાં આવશે. જેનાથી તળાવની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય અને પાળની મજબૂતાઇમાં વધારો થશે. આ તકે આ કામની રજુઆત કરનાર જાલીડા ગામના ભાજપ આગેવાન જગદીશભાઈ રબારી, રતાભાઈ હાડગરડા, ભૂપતભાઈ ભરવાડ, ગોવિંદભાઈ લોહ, લાલાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ભરવાડ, રાજુભાઈ સરધારા, કૌશિકભાઈ ઢોલરીયા તથા ભાજપ અગ્રણી નરેન્દ્રભાઈ સોલંકી અને ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર તાલુકામા પીવાના પાણી અને સિંચાઈના પાણી માટેના તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાત સરકારના પાણી પુરવઠા અને સિંચાય વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા પૂરજોશથી કરવામાં આવતું હોય ત્યારે ગામ લોકોએ અને જીજ્ઞાસાબેન મેરે દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News