વાંકાનેરના જાલીડા ગામે તળાવ રિપેરીંગના ૩૯.૯૫ લાખના કામનું ખાતમુહૂર્ત કરતાં જિજ્ઞાસાબેન મેર
મોરબીમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રીઆદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી સાદગીથી ઉજવાઇ
SHARE







મોરબીમાં પહેલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને શ્રીઆદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતી સાદગીથી ઉજવાઇ
સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત પ્રેરિત અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ ટ્રસ્ટ મોરબી અને સ્વયંભૂશ્રી નીલકંઠ મહાદેવ મંદિર જાગીર મહંત પરિવાર તથા શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી જો કે તે પહેલા પહેલગામના મૃતકોના આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યાર બાદ આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની મૂર્તિનું રાજો પ્રચાર પૂજન અને સમૂહ આરતી કરવામાં આવી હતી વધુમાં આયોજકોએ જણાવ્યુ હતું કે, આદ્ય જગતગુરુ શંકરાચાર્ય મહારાજની જન્મ જયંતીની શોભાયાત્રા તથા મહાપ્રસાદના કાર્યક્રમો પહેલગામમાં બનેલ બનાવને અનુસંધાને રાષ્ટ્રહિતમાં બંધ રાખવામા આવ્યા હતા આ તકે સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી જિલ્લાના ટ્રસ્ટી અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરી, ઉપપ્રમુખ હંસગીરીબાપુ તથા મહંત નિલેશગીરીબાપુ તથા સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન મહિપત પૂરીજી તેમજ અશોકભાઈ કડીવાર, અનિલભાઈ વાઘેલા, ગીરીશભાઈ મકવાણા, વાલાભા જામંગ, અશોકભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા.
