મોરબી નજીક ચાલતી બાંધકામ સાઇટ પાસે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવાન સારવારમાં
મોરબીમાં અગાઉ સગીરાનું અપહરણ કરનાર શખ્સે ફરિયાદ પાછી ખેંચી લેવા જૂના ફોટો વાઇરલ કરવાની આપી ધમકી
SHARE







મોરબીમાં અગાઉ સગીરાનું અપહરણ કરનાર શખ્સે ફરિયાદ પાછી ખેંચી લેવા જૂના ફોટો વાઇરલ કરવાની આપી ધમકી
મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીરાનું અગાઉ અપહરણ કરવામાં આવ્યું હતું જેની અગાઉ ફરિયાદ નોંધાઈ હતી તે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને તે સગીરાના ઇન્સ્ટગ્રામ આઈડી ઉપર ઈમોશનલ કરવા ઈમોજીસ ચિત્ર મૂક્યા હતા અને સગીરાની સગાઈ થયેલ હોય સગાઈ તોડી નાખવા માટે અગાઉ પડેલા ફોટા ઈરાદાપૂર્વક વાઇરલ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી જેથી હાલમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીનું અગાઉ મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગરમાં રહેતા ઈરફાન અલીભાઈ માણેક નામના શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું જેની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે ફરિયાદ પાછી ખેંચી લેવા માટે થઈને ફરિયાદીની સગીર વયની દીકરીનું ઇન્સ્ટાગ્રામ આઈડી મેળવીને ફરિયાદીની દીકરીને ઈમોશનલ કરવા માટે ઈમોજી ચિત્ર મૂકવામાં આવ્યું હતું અને સગીરાની સગાઈ થઈ ગયેલ હોય તે સગાઈ તોડી નાખવા અગાઉ પાડેલ ફોટો ઇરાદાપૂર્વક જાણી જોઈને વાયરલ કરવા માટેની આરોપી ઇરફાન માણેક દ્વારા ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મહિલા સારવારમાં
મોરબીમાં વિજય ટોકીઝ પાસે રહેતા અંજુબેન મદનમોહન (37) નામના મહિલા કારમાં બેસીને વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબી નજીકના ધરમપુર ગામે રહેતા રમેશભાઈ સુરેશભાઈ ભરવાડ (27) નામના યુવાનને ટિંબડી ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
