મોરબીમાં અગાઉ સગીરાનું અપહરણ કરનાર શખ્સે ફરિયાદ પાછી ખેંચી લેવા જૂના ફોટો વાઇરલ કરવાની આપી ધમકી
મોરબીના અણીયરી ટોલનાકા પાસે પેપર મિલના વેસ્ટ પેપરમાં જથ્થામાં લાગી વિકરાળ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
SHARE







મોરબીમાં અણીયારી ટોલનાકા નજીક આવેલ પેપર મિલના ગોડાઉનમાં પડેલ વેસ્ટ પેપર ના જથ્થાની અંદર મોટા પ્રમાણમાં આગ લાગી છે જેથી કરીને બહારથી ફાયરના વાહનોને બોલાવવામાં આવ્યા છે અને આગને કાબુમાં લેવા માટેના ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન કારખાનેદારને થાય તેવું દેખાઈ રહ્યું છે
હાલમાં મળતી માહિતી મુજબ અણીયારી ટોલનાકા પાસે આવેલ લિમિટ પેપર મિલનો વેસ્ટ પેપર રાખવા માટેના ગોડાઉનની અંદર આજે બપોરના ત્રણેક વાગ્યાના અરસમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે અને જોત જોતામાં વેસ્ટ પેપરનો મોટો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો છે જેથી કરીને આ અંગેની મોરબી, રાજકોટ, હળવદ અને ધાંગધ્રા ના ફાયદા વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચવા માટે થઈને રવાના થયેલ છે અને કારખાનાના ગોડાઉન ની અંદર લાગેલી આગ કાબુમાં કરવા માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે જોકે વધુમાં મળતી વિગત પ્રમાણે હાલમાં જે જગ્યા ઉપર આગ લાગી છે ત્યાં અંદાજે 18 થી 20 હજાર ટન જેટલો પેપર વેસ્ટ પડ્યો છે જેથી આગ સમયસર કાબુમાં ન આવે તો કારખાનેદારને અંદાજે 35 થી 40 કરોડનું નુકસાન થવાની શક્યતા છે.
