મોરબી કોર્ટએ ચેક રીર્ટનના કેસમાં આરોપીને બે વર્ષ ની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો
SHARE







મોરબી કોર્ટએ ચેક રીર્ટનના કેસમાં આરોપીને બે વર્ષ ની સજા, બમણી રકમનો દંડ ફટકાર્યો
આ કેસની હકીકતો એવી છે કે, ફરીયાદી મોરબીના સંદીપ કાંતીલાલ ઠાકર પાસેથી રૂપીયા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ પુરા) ભુપતભાઈ કરુણાશંકર ઠાકરએ સબંધ દાવે હાથ ઉછીના લીધેલ હતા.તે રકમ ચુકવણી કરવા પેટે ભુપતભાઈએ રૂપીયા ૫,૦૦,૦૦૦ ની રકમનો ચેક સંદીપભાઈ ઠાકરને આપ્યો હતો
જે ચેક બેંકમાં જમાં કરાવતા તે ચેક રીર્ટન થયો હતો.જેથી ફરીયાદીએ ભુપતભાઈ કરૂણાશંકર ઠાકર સામે મોરબી કોર્ટમાં વર્ષ ૨૦૨૦ થી નેગોશીયેબલ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ અને ફરીયાદી પક્ષથી કાયદાકીય ધારદાર દલીલો કરીને પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા તેને ધ્યાને લઈને મોરબીના ચીફ જયુ. મેજી. સાહેબની કોર્ટએ ભુપતભાઈ કરૂણાશંકર ઠાકરને બે વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂપીયા ૫,૦૦,૦૦૦ ની ડબલ રકમ એટલે કે ૧૦,૦૦,૦૦૦ (દશ લાખ) નો દંડ ફટકાર્યો છે અને તે દંડની રકમ ફરીયાદીને આ હુકમની તારીખથી ૩૦ દિવસમાં વળતર તરીકે આરોપીએ ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવે છે.આ કેસમાં ફરીયાદી પક્ષના વકીલ તરીકે યોગેશ ડી.પટેલ (સબાપરા) રોકાયેલ હતા.
