મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ


SHARE













મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે મોરબીના જોધપર નદી ડેમ પાસે આવેલ ફલોરા હોમ ખાતે જૂગાર અંગે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં બંગલામાં ચાલતા જુગારધામમાં જુગાર રમી રહેલા છ પતાપ્રેમીઓની રોકડ રૂા.૬.૦૭ લાખ જેવી માતબાર રકમ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી જીલ્લા પોલીસ વડા ઓડેદરા તેમજ એલસીબી પીઆઇના માર્ગદર્શન હેઠળ એલસીબીના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને બાતમી મળેલ હતી કે મોરબી તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ ફલોરા હાઉસના બંગલામાં કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ રહે.હાલ મોરબી અવની ચોકડી અવધ પેલેસ વાળો બહારથી માણસો બોલાવીને ગંજીપતા વડે પૈસાની હારજીતનો જુગાર રમે છે અને રમાડે છે માટે ત્યાં રેડ કરવામાં આવતા રેડ દરમ્યાન સ્થળ ઉપરથી કલ્પેશભાઇ લાલજીભાઇ પટેલ, કલ્પેશભાઇ કાનજીભાઇ પટેલ, દિપેશભાઇ ઉર્ફે દિપક ઉર્ફે હોઠારો ગણેશભાઇ પટેલ, પ્રભુલાલ માવજીભાઇ પટેલ, જયંતીલાલ ગાંડુભાઇ પટેલ અને જીવરાજભાઇ મેઘજીભાઇ પટેલ રહે.બધા મોરબીવાળાઓ જુગાર રમતા મળી આવતા છએયની રોકડા રૂા.૬,૦૭,૫૦૦ સાથે પકડી પાડીને તેમની સામે જુગાર ધારાની કલમ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને છએયની ધરપકડ કરવામાં આવેલ છે.રેડની કામગીરી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ શકિતસિંહ ઝાલા, નિરવભાઇ મકવાણા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, રણવીરસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાએ કરી હતી.






Latest News