મોરબીના જોધપર ગામે ફલોરાહોમમાંથી જુગાર રમતા છ ની ૬.૦૭ લાખ સાથે ધરપકડ
મોરબીની પી.જી.પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા લોકોન ચહેરા ઉપર સ્મિત લાવવા શરૂ કરાયું અભિયાન
SHARE









મોરબીની પી.જી.પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા લોકોન ચહેરા ઉપર સ્મિત લાવવા શરૂ કરાયું અભિયાન
વર્તમાન સમયમાં જન્મ દિનની ઉજવણી દરમ્યાન ખાદ્ય સામગ્રી લોકોના મોઢા ઉપર લગાડીને તેનો બગાડ કરવામાં આવે છે ત્યારે સમાજને નવો રાહ ચીંધવા માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોલેજનાં આચાર્ય દ્વારા તેઓના જન્મદિવસની ઉજવણી બીજા લોકોના ચહેરા ઉપર સ્મિત લાવીને કરવામાં આવે હતી અને તેની સાથે જ તેઓએ વિશેષ સમાજ ઉપયોગી આ સેવાકીય અભિયાન શરુ કર્યું છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પી.જી. પટેલ કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટનો જન્મદિવસ હતો ત્યારે જન્મદિનની સાચા અર્થમાં સાર્થક ઉજવણી કરવા માટે તેમના દ્વારા “ Let's Spread Smile – Be The Reason For Someone's Smile " નામથી એક વિશેષ સમાજ ઉપયોગી સેવાકીય અભિયાન કોલેજમાં શરુ કરવામાં આવ્યું છે આ અભિયાન શરુ કરવાનો મુખ્ય ઉદેશ યુવાનોમાં જન્મદિવસની પશ્ચિમી સંસ્કૃતિ મુજબ કેક કાપીને ઉજવણી દ્વારા ખાદ્ય ચીજ વસ્તુઓની રેલમછેલ અને બગાડ કરવામાં આવે છે તેના બદલે આ રકમનો ઉપયોગ ગરીબ અને નિસહાય બાળકો અને લોકોને મદદરૂપ બનીને એમના સ્મિતનું કારણ બનવા માટે પ્રેરિત કરવાનો છે આ બાબતે યુવાનો જાગૃત થાય અને બીજાને પણ પ્રેરિત કરે અને સમાજને એક નવી રાહ ચીંધે અને સમાજસેવાની દિશામાં એક નવી કેડી કંડારે એવી ઉમદા ભાવના આ અભિયાન સાથે જોડાયેલી છે આ અભિયાન અંતર્ગત પી.જી. પટેલ કોલેજમાં દરેક વિધાર્થીઓના જન્મદિવસ નિમિતે તેમને કોલેજ તરફથી ઉપરોક્ત અભિયાનમાં જોડાવા માટે પ્રેરાય તે માટે એક વિશેષ જન્મદિવસ શુભેચ્છા કાર્ડ આપવામાં આવશે તેવું તેઓએ જણાવ્યુ છે.
