મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાથી છેતરપિંડી કરીને જમ્મુમાં વેચી નાખેલા વધુ બે જેસીબીને પોલીસે કબજે કર્યા


SHARE









હળવદ તાલુકામાથી છેતરપિંડી કરીને જમ્મુમાં વેચી નાખેલા વધુ બે જેસીબીને પોલીસે કબજે કર્યા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા યુવાન અને અન્ય એક વ્યક્તિ પાસેથી જેસીબી મશીન વધુ ભાડું આપવાની લાલચ આપીને અમદાવાદ અને કચ્છના ત્રણ શખ્સો અગાઉ લઈ ગયા હતા અને ત્યાર બાદ આ મશીનોને જમ્મુમાં વેચી નાખવામાં આવ્યા હતા જેથી વિશ્વાસપાત અને છેતરપીંડીની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં વધુ બે જેસીબી મશીને જમ્મુમાથી કબજે કર્યા છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં ઢવાણા ગામે રહેતા બેચરભાઇ વેલાભાઇ મુંધવા (ઉવ ૨૪)એ અગાઉ શોહેબ રહે અમદાવાદ, મહમદઇલીયાસ એમ. શેખ રહે શાહપુર બેલદરવાડ, અમદાવાદ અને  રવિ રતનસિંહભાઇ સોલંકી રહે પ્લોટ ને ૨૦૧ બી, શીવપારા સોસાયટી મેધપુર તાલુકો અંજાર જિલ્લો કચ્છ વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જવાવ્યું છે કે, તા ૭/૭/૨૦ ના રોજ બપોરના અગીયાર વાગ્યાના અરસા થી તા ૧૩/૩/૨૧ સુધીમાં આરોપીઓએ ફરીયાદી તથા સાહેદો પાસેથી ૧૪ જેસીબી મશીન તથા બે હીટાચી મશીનનું વધુ ભાડાની લાલચ આપી સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરીને લઈ ગયા હતા અને ત્યાર બાદ મશીનોને સગેવગે કરી નાખીને ફરિયાદી તેમજ સાહેદ સાથે છેતરપીંડી કરેલ હતી જેની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને અગાઉ આ ગુનામાં પોલીસે ૭ જેસીબી મશીને કબ્જે કરીને આરોપી મોહમ્મદ ઈલ્યાસ મહેબુબભાઇ સેખ રહે.શાહપુર અમદાવાદ વાળાની મુંબઈથી ધરપકડ કરી હતી આ ગુનામાં હાલમાં પોલીસે વધુ બે જેસીબી મશીનને જમ્મુથી કબજે કરેલ છે.




Latest News